Site icon Revoi.in

કેબીસી 12: નેશનલ ટીવી પર લોન્ચ થયું સોનુ સૂદનું પુસ્તક

Social Share

મુંબઈ: સોની ટીવીનો મશહૂર ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 12મી સીઝન ચાલી રહી છે. શો શરૂ થયો ત્યારથી જ તેમાં પૂછાતા પ્રશ્નો ચર્ચામાં રહ્યા છે. આ સાથે જ કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં આવતા ખાસ મહેમાનો પણ ચર્ચામાં રહ્યા છે.

આજે એટલે કે શુક્રવારે આ શોમાં બે ખાસ મહેમાનો આવવાના છે. આ મહેમાનોનો સાથ આપવા માટે જે વ્યક્તિ આજે સ્ટેજ પર આવશે તે કોઈ આપણા માટે અજાણ્યા નથી. અમે વાત કરી રહ્યા છીએ એક્ટર સોનુ સૂદની.

સોનુ સૂદ પદ્મશ્રી કરીમુલ હક અને પ્રશાંત ગાડેની સાથે અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસવાના છે. આ એપિસોડનું શૂટિંગ થઈ ચૂક્યું છે. જેની કેટલીક ઝલક સોનુ સૂદે પોતાના એક ટવિટ દ્વારા દેખાડી છે. સોનુ સૂદની પુસ્તક I Am No Messiah નું વિમોચન પણ કેબીસીના સેટ પર કરવામાં આવ્યું છે, જે અમિતાભ બચ્ચને કર્યું હતું.

આ પ્રસંગના ફોટા શેર કરતા સોનુ સૂદે લખ્યું કે, “નવા વર્ષની શરૂઆત કરવાની રીત શું છે.” અહીં હું ભારતના સૌથી પ્રશંસનીય અને પ્રિય વ્યક્તિઓ માંથી એકની સાથે છું-અમિતજી. કેબીસીમાં મારા પુસ્તકનું અનાવરણ થયું, જેનું નામ છે I Am No Messiah. દુનિયાભરના લોકો માટે ખુશીની શરૂઆત થાય. તમે જે કરો છો તે સારી રીતે કરતા રહો.”

-દેવાંશી

Exit mobile version