Site icon Revoi.in

વોર્ડરોબમાં આ રીતે રાખો કપડા , તમારા કપડાની પણ રહેશે સંભાળ અને કપડા જલ્દી વિખાશે પણ નહી

Social Share

આપણે સૌ કોઈ આજકાલ કપડાના શોખીન બન્યા છે ,એટલા બધા કપડા આપણા પાસે થી ગયા છે કે કઈ રીતે કબાટમાં તેને રાખવા તે એક સમસ્યા બની ગઈ છે ,આ સાથે જ જો કપડા વધારે હોય ત્યારે એક જોડી કપડા કબાટમાંથી કાઢતા વખતે બીજા કપડાઓ વિખાય જાય છે જોકે આજે કેટલીક ટ્રિક અને ટિપ્સ જણાવીશું જે તમારા કબાટને સેટ રાખશે, કપડા જલ્દીથી વિખાશે નહી .

1 – વર્કવાળા હેવી કપડા

જો તમારા હેવી કપડા વર્કવાળા છે તો તેને બીજા કપડાથી અલગ રાથો જેથી બીજા કપડામાં તેના તાર કે વર્ક ખેંચાઈ નહી ,આ પ્રકારના હેવી કપડા તૈયાર પ્લાસ્ટિકની બેગમાં મૂકીને પછી તે બેગ કબાટમાં રાખો જેથી કરી જલ્દી બહાર નીકાળી શકો અને બીજા કપડા ખોરવાશે પણ નહી.

2 – પ્લાસ્ટિક સીટ પાથરો

સાદા કપડાને જ્યારે ઘડી કરીને તમે ગોઠવો છો તો પહેલા તમારે કબાટના ડ્રોઅરમાં એક પેપર અથવા પ્સાલ્ટિકની સીટ ગોઠવવાનું રાખો જેથી કબાટમાં ઘૂળ નહી લાગે અને કપડા સારા રહે

3 – પેન્ટ,ટોપ અને ટ્રેસ અલગ ગોઠવો

કબાટમાં ઘણા ખાના ઓ હોય છો તો તમારે એક ખાનામાં માત્ર જીન્સ ગોઠવવાની ,બીજા ખાનામાં ટોપ અથવા ટી શર્ટ અને ત્ર્જી ખાનામાં હેવી કપડા રાખવા જોઈએ જેથી તમારા કલેક્શન પ્રમાણે સરશતાથી તમને કપડા મળી જાય અને વધારે કપડાને વિખવા પડશે નહી