Site icon Revoi.in

શું તમે જાણો છો? કસરત વગર પણ ફીટ રહી શકાય છે, લો આ રહી જાણકારી

Social Share

આજના સમયમાં જો સૌથી વધારે જરૂર હોય તો તે છે ફિટનેશ, લોકો ફિટ અને સ્વસ્થ રહેવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરે છે, પણ વ્યસ્ત સિડ્યુલ રહેવાના કારણે તેઓ પોતાની ફિટનેશ પર ધ્યાન આપી શકતા નથી. પણ હવે આ લોકોએ પણ ચીંતા કરવાની જરૂર નથી.

વાત એવી છે કે જો કોઈ વ્યક્તિ શક્ય એટલો વાહનનો ઉપયોગ ઓછો કરી દે તો શરીર ફિટ રહે છે, આ ઉપરાંત દર મિનિટે તમામ લોકોએ પોતાની બેસવાની સ્થિતિ બદલવી જોઈએ. આ પ્રકારે લોકો પોતાના શરીરને ફિટ રાખી શકશે.

શરીરને ફિટ અને તંદુરસ્ત રાખવા માટે લોકોએ સંતુલિત આહારનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો આહારનું ધ્યાન રાખવામાં ન આવે તો શરીરનું વજન વધી શકે છે અને તે આગળ જતા પરેશાન કરી શકે છે. શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે કેટલાક બિનજરૂરી ખોરાકને પોતાના ભાણામાંથી દૂર કરો અને જે ફળ ફ્રુટની જરૂર છે તેને પોતાના આહારમાં સમાવવો જોઈએ.

જે લોકો ફ્લેટમાં રહે છે તે લોકોએ શક્ય એટલો લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહી, જો પહેલા-બીજા કે ત્રીજા માળે રહેતા હોવ તો તમારે લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહી અને શક્ય હોય ત્યાં સુધી તો પગથિયાઓનો જ ઉપયોગ કરવો જોઈએ. ચાલવાથી અને પગથિયા ચડ-ઉતર કરવાથી શરીર સૌથી વધારે સ્વસ્થ રહે છે.

ક્યારેક તણાવ લેવાની આદત પણ લોકોનું સ્વાસ્થ્ય બગાડી શકે છે તો શરીરના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે તણાવ લેવાનું પણ ટાળવું જોઈએ. વધારે પડતો તણાવ લેવાથી ડિપ્રેશન, હ્યદય હૂમલા જેવી ભારે જોખમની પણ સંભાવના વધે છે. આ સાથે સાથે તમામ લોકોએ પાણી પીવાની આદત પણ રાખવી જોઈએ, પાણી વધારે પીવાથી પણ શરીર ફિટ રહે છે.