Site icon Revoi.in

વડોદરામાં કૂતરા પાળવા મોંઘા પડશે, મ્યુનિને હવે પાલતું શ્વાનનો વેરો ચૂકવવો પડશે

Social Share

વડોદરા : ગુજરાત પ્રથમવાર વડોદરા મ્યુનિ.કોર્પોરેશને પાલતુ શ્વાનનો વેરો લેવાનો નિર્ણય કર્યો છે. શ્વાન દીઠ ત્રણ વર્ષનો 1 હજાર રૂપિયા વેરો ઉઘરાવાશે. વડોદરા શહેરમાં 5 ટકા ઘરોમાં પાલતુ શ્વાન હોવાનો અંદાજ છે. જેના થકી અંદાજે 30 હજાર શ્વાનના 1 કરોડની વેરાની આવક થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાલતુ કૂતરાના માલિકો પાસેથી વેરો લેવાનો નિર્ણય કર્યો છે. એટલે હવે શહેરીજનોને કૂતરા પાળવા મોંઘા પડશે. મ્યુનિ.દ્વારા  કૂતરા દીઠ ત્રણ વર્ષનો 1 હજાર રૂપિયા વેરો ઉઘરાવાશે. શહેરમાં 5 ટકા ઘરોમાં પાલતુ કૂતરા હોવાનો પાલિકાને અંદાજ છે. અંદાજે 30 હજાર કૂતરાનો 1 કરોડની વેરાની આવકનો અંદાજ વડોદરા પાલિકાએ માંડ્યો છે. શહેરની વિવિધ કલબોમાં 25000 કૂતરા નોંધાયેલા છે.  અને વડોદરા મ્યુનિ.કોર્પોરેશન ગુજરાતના પહેલીવાર પાળતુ શ્વાન પર ટેક્સ લગાવવા જઈ રહી છે. આ માટે મ્યુનિ.એ  પ્લાન તૈયાર કર્યો છે. વડોદરામાં યુનાઇટેડ કેનલ ક્લબ અને કેસીઆઇ ક્લબોમાં 25 હજાર જેટલા ડોગ્સ નોંધાયેલા છે. ત્યારે આ તમામ ડોગ્સ પર તેમના માલિકો પાસેથી ટેક્સ વસૂલાશે. જોકે, આ પ્લાન કાગળ પરથી હકીકતમાં કેવી રીતે અમલમાં મુકવો  તેની હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામા આવી નથી.  બીજી તરફ એમ પણ ચર્ચા છે કે, વડોદરા મ્યુનિ.કોર્પોરેશન કૂતરાના ખસીકરણ કાર્યક્રમમાં નિષ્ફળ નીવડી છે. વડોદરામાં દરરોજ 25 લોકોને રખડતા કૂતરા બચકા ભરતા લોહીલુહાણ થાય છે. કરોડોનો ખર્ચ ખસીકરણમાં થયો છે, જેમાં મ્યુનિનું તંત્ર  ફ્લોપ છે. પણ શ્વાન વેરા જેવા કર નાંખવામાં જ રસ છે. અત્યાર સુધી કોઈ શહેરમાં આ રીતે વેરા વસૂલવામાં આવ્યા નથી. જોકે શ્વાનના માલિકોએ  કોર્પોરેશન પાસે માંગ કરી  છે. કે,  શહેરના 4 ઝોનમાં શ્વાન માટે મ્યુનિ. કોર્પોરેશને હોસ્પિટલ બનાવવી જોઈએ. શ્વાનના વેરાથી થતી આવકને રખડતાં શ્વાન માટે વાપરવું જોઈએ.( file photo)

 

Exit mobile version