Site icon Revoi.in

કેન્યાના રાષ્ટ્રપતિ ત્રણ દિવસીય ભારતની મુલાકાતે, છ વર્ષમાં ભારતની આ પ્રથમ મુલાકાત

Social Share
દિલ્હી -વિતેલા દિવસને  સોમવારની સાંજે કેન્યાના રાષ્ટ્રપતિ  ભારતની મુલાકાતે આવ્યા છે  કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સમોઆ રૂટોનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સ્વાગત આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ  અહી હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે કેન્યાના રાષ્ટ્રપતિ ત્રણ દિવસીય ભારતની મુલાકાતે આવ્યા છે. છેલ્લા છ વર્ષમાં કેન્યાના રાષ્ટ્રપતિની ભારતની આ પ્રથમ મુલાકાત છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો છે.
કેન્યાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘ભારત અને કેન્યા ખૂબ સારા મિત્રો છે. કેન્યાની આઝાદી પહેલા પણ અમારા વિવિધ સ્તરે રાજદ્વારી સંબંધો હતા. હું રાષ્ટ્રપતિ મેડમ અને મારા સારા મિત્ર વડાપ્રધાનના આમંત્રણ પર ભારત આવ્યો છું. મારી અપેક્ષા એ છે કે આપણે કેન્યા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની જરૂર છે.
લગભગ ત્રણ મહિના પહેલા ભારતમાં આયોજિત કોન્ફરન્સ દરમિયાન G20માં આફ્રિકન યુનિયનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં કેન્યાના રાષ્ટ્રપતિની આ ભારત મુલાકાતનું વ્યૂહાત્મક મહત્વ છે.
કેન્યાના રાષ્ટ્રપતિ આજરોજ  મંગળવારે વેપારી લોકોને પણ મળશે.  કેન્યાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત પહેલા ગયા મહિને ભારતના વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને 30 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે કેન્યાની મુલાકાત લીધી હતી