Site icon Revoi.in

ઈન્ટરનેટનો ઉપયોગ કરવો પણ શિક્ષણનો અધિકાર: કેરળ હાઈકોર્ટ

Social Share

કેરળ હાઈકોર્ટે ઈન્ટરનેટના ઉપયોગને બંધારણ હેઠળ આપવામાં આવેલા શિક્ષણના અધિકારનો જ ભાગ ગણાવ્યો છે. કેરળ હાઈકોર્ટનો આ ચુકાદો આ અરજી પર આવ્યો કે જેમાં એક વિદ્યાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીઓને મોબાઈલ ફોનના ઉપયોગ પર રોક લગાવવાના વિરોધમાં દાખલ કરી હતી.

અરજદાર કોઝિકોડના ચેલાનુર ખાતેની શ્રીનારાયણ કોલેજની ફહીમા શિરિન નામની સ્ટૂડન્ટ છે. ફહીમાને મોબાઈલનો ઉપયોગ કરવા પર હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવી હતી અને તેના કારણે તેણે અરજી કર હતી. હોસ્ટેલના નિયમો પ્રમાણે, વિદ્યાર્થિનીઓને સાંજે છ વાગ્યાથી રાત્રે દશ વાગ્યા સુધી મોબાઈલના ઉફયોગ પર રોક લગાવવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર વિદ્યાર્થિનીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી.

અરજદારનું કહેવું છે કે પ્રતિબંધ ખાનગીપણાના અધિકાર, અભિવ્યક્તિના અધિકાર અને શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન છે. ફહીમાએ કહ્યું છે કે મોબાઈલ ફોન પર રોક લગાવવો અને ઈન્ટરનેટનો ઉપયોગ નહીં કરવાને કારણે તેનો અભ્યાસ પ્રભાવિત થયો છે.

જેના પર જસ્ટિસ પી. વી. આશાની આગેવાનીવાળી એકલ ખંડપીઠે નિર્ણય સંભળાવતા કહ્યુ છે કે ઈન્ટરનેટનો ઉપયોગ કરવો અનુચ્છેદ-21 હેઠળ શિક્ષણના અધિકાર અને ખાનગીપણાના અધિકારનો ભાગ છે. તેની સાથે જ કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના જીવનમાં ઈન્ટરનેટનો ઉપયોગ જરૂરી છે, કારણ કે મોબાઈલ ફોન અને ઈન્ટરનેટના માધ્યમથી ઘણી જરૂરી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં આવે છે. કોર્ટે હોસ્ટેલ પ્રશાસનને તાત્કાલિક અસરથી તેના પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે.