1. Home
  2. Tag "rte"

ગુજરાતમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ 39,979 બાળકોને ધોરણ-1માં પ્રવેશ અપાયો

ગાંધીનગરઃ રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત  બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરાયા છે. રાજ્ય સરકારનાં સઘન પ્રયાસોના પરિણામે વાલીઓમાં જાગૃતિ આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ 2024-25  માટે કુલ- 2,35,387 અરજીઓ ઓનલાઈન કરાઈ હતી. જેમાંથી 1,72,675 અરજીઓ માન્ય […]

આરટીઈનો પ્રથમ રાઉન્ડ સોમવારે જાહેર થશે, ફાળવેલી શાળામાં 5 દિવસમાં પ્રવેશ લઈ લેવો પડશે

રાજકોટઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. RTE હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોને ખાનગી શાળાઓમાં ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હોય છે. રાજકોટ શહેરમાં RTE હેઠળ ધો.1માં પ્રવેશ લેવા માટે ફોર્મ ભરાયા હતા જેનો પ્રથમ રાઉન્ડ તારીખ 15 એપ્રિલને સોમવારે જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને […]

ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે 44000 જગ્યા સામે 2.35 લાખ ફોર્મ ભરાયા

ગાંધીનગર:  રાજ્યમાં આરટીઈ અંતર્ગત આર્થિકરીતે નબળા હોય એવા વાલીઓના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. જેમાં ખાનગી શાળાઓમાં વાલીઓએ કોઈ ફી ચુકવવી પડતી નથી, રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની કાર્યવાહીનો 14 માર્ચથી પ્રારંભ થયા બાદ 30 માર્ચના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ […]

RTE અંતર્ગત અપાતા પ્રવેશમાં વાલીઓની આવક મર્યાદા વધારવા શાળા સંચાલક મંડળની માગ

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ  હેઠળ ગરીબ પરિવારોના બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકાના રિઝર્વ ક્વાટામાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય સરકારે ગરીબ પરિવારના વાલીની આવકનું જે ધારધારણ નક્કી કર્યું છે. એમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાલીની આવક વાર્ષિક 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ છે. એટલે વાલીઓની આવક મર્યાદા થોડી વધારવામાં આવે તેવી શાળા સંચાલક […]

અમદાવાદમાં RTE હેઠળ ચાર સ્કુલોમાં 308 બાળકોને વાલીઓએ ખોટી આવક બતાવીને પ્રવેશ અપાવ્યો

અમદાવાદઃ શહેરમાં આરટીઈ હેઠળ ઓછી આવક હોય તેવા વાલીઓના બાળકોને ખાનગી શાળાઓમાં સરકાર દ્વારા પ્રવેશ અપાવવામાં આવે છે. અને આવા બાળકોની ફી પણ સરકાર ભરે છે. શહેરના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અરજીઓ મંગાવીને વાલીઓની આવકના જરૂરી દસ્તાવેજો ચકાસીને બાળકોને પ્રવેશ માટે જે તે શાળાને ભલામણ કરવામાં આવતી હોય છે. આ વર્ષે કેટલાક વાલીઓએ પોતાની વધુ આવક […]

ગુજરાતઃ RTE હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા

અમદાવાદઃ રાજ્યમાં RTE એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટેની ઉપલબ્ધ 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી છે. જેમાંથી બીજા રાઉન્ડમાં વધુ કુલ 4,966 બાળકો પ્રવેશ મેળવવા પાત્ર બન્યા છે. તેમજ આરટીઈ હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રદેશ રદ કરવામાં આવ્યાં છે. તેમ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું […]

RTE હેઠળ શાળામાં ખોટી રીતે પ્રવેશ મેળવેલ 621 બાળકોનો પ્રવેશ રદ કરાયો

પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. ગરીબ બાળકો સાથે અન્યાય ન થાય તે માટે RTE પ્રવેશ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા સાથે પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ૧૦ જિલ્લામાં ખોટી રીતે પ્રવેશ મેળવેલ હોય તેવા ૬૨૧ બાળકોનો પ્રવેશ […]

અમદાવાદમાં RTE હેઠળ ખોટીરીતે પોતાના બાળકોને પ્રવેશ અપાવનારા 135 વાલીઓ સામે કાર્યવાહી

અમદાવાદ: શહેરમાં ગરીબ પરિવારોના બાળકોને આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે આરટીઈના કાયદાનો કેટલાક વાલીઓ ગેરલાભ ઉઠાવીને પોતાના બાળકોને સારી સ્કૂલોમાં પ્રવેશ અપાવી દેતા હોય છે. અમદાવાદમાં 135 વાલીઓ બોગસ દસ્તાવેજના આધારે પ્રવેશ લેવા જતાં ભરાયા છે. જેને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આવા વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ રદ કરી દેવાયા છે. આ […]

ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં RTE હેઠળ પ્રવેશની કાર્યવાહી શરૂ

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જુન-૨૦૨૩ના રોજ છ વર્ષ પુર્ણ કરેલ હોય અને 1) અનાથ બાળક; (૨) સંભાળ અને સંરક્ષણની […]

ગુજરાતમાં RTE હેઠળ 10મી એપ્રિલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, 22મી સુધી ફોર્મ ભરી શકાશે

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજનો અમલ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આગામી 10મી એપ્રિલથી આરટીઈ હેઠળ પ્રવેશ માટે ફોર્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code