Site icon Revoi.in

કેરળ: ચર્ચના બે જૂથો વચ્ચે ઘર્ષણ, 3 પોલીસકર્મી સહીત 11 ઘાયલ

Social Share

કેરળના કોચ્ચિમાં ચર્ચના બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું છે. આ દરમિયાન આઠ લોકો ઘાયલ થયા છે. તેમના સિવાય ત્રણ પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.

આ ઘટના કોથમંગલમના મરથોમા ચેરિયાપલ્લી ચર્ચમાં થઈ છે. કોચ્ચિ પોલીસે કહ્યું છે કે કોથા મંગલમના મરથોમા ચેરિયાપલ્લી ચર્ચમાં શુક્રવારે સાંજે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું છે. વાતચીતથી શરૂ થયેલી બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે. તેના સિવાય ત્રણ પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી છે.

પોલીસ પ્રમાણે, એક સમૂહ એક પાદરીની કબરને અન્ય સ્થાન લઈ જવા ચાહતું હતું. ચર્ચ સાથે જ જોડાયેલા કેટલાક કટ્ટરપંથી આનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધ કરનારાઓનું નેતૃત્વ થોમસ પોલ રામબન કરી રહ્યા હતા. જ્યારે કબરને જેકોબાઈટના સમર્થક અન્યત્ર ખસેડવા ચાહતા હતા. થોમસ પોલ રામબન પોતાના ટેકેદારો સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. અહીં કેટલાક લોકો સાથે તમની તીખી બોલાચાલી થઈ છે.

ઘટનાની જાણકારી બાદ કોચ્ચિ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ધાર્મિક મામલો હોવાના કારણે અહીં વધુ પોલીસકર્મીઓની તેનાતી કરવામાં આવી છે. કોચ્ચિ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે મારામારી કરનારા લોકો વિરુદ્ધ કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.