Site icon Revoi.in

દેશમાં બર્ડ ફ્લૂની બીજી લહેર? કેરળમાં 10 દિવસ બાદ નવા કેસ નોંધાયા

Social Share

બેંગ્લોર: દેશમાં બર્ડ ફ્લૂની બીજી લહેરની આશંકા છે. કેરળમાં લગભગ 10 દિવસ બાદ બર્ડ ફ્લૂના નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ઝારખંડ અને છત્તીસગઢમાં પણ બર્ડ ફ્લૂના કેટલાક શંકાસ્પદ કેસ નોંધાયા છે. કેરળના અલાપ્પુઝામાં બર્ડ ફ્લૂના વધુ કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર હાઇએલર્ટ પર છે. રાજ્યના પશુપાલન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે, ભોપાલની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હાઇ સિક્યોરીટી એનિમલ ડિસીઝએ ઓછામાં ઓછા 300 નમૂનાઓમાં વાયરસની હાજરીની પુષ્ટિ કરી છે.

રાજસ્થાનના ઝાલાવાડમાં 29 ડિસેમ્બરે બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો હતો અને અહીં પક્ષીઓમાં થયેલા ઘાતક સંક્રમણ બાદ તે દેશના અન્ય 10 રાજ્યોમાં ફેલાયો હતો. ત્યારબાદ હજારો મરઘા, સેંકડો કાગડાઓના મોત થયા અને તેમાં કેટલીક પ્રવાસી જાતિઓ પણ હતી

અધિકારીઓના જણાવ્યા મુજબ પક્ષીઓને ઓળખવા અને પકડવાનું કામ ગુરુવારથી શરૂ થશે. પ્રથમ તબક્કામાં પાંચ હજારથી વધુ પક્ષીઓ, મોટાભાગે બતકને ખતમ કરવામાં આવશે. જાન્યુઆરીની શરૂઆતમાં અલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લામાં ઓછામાં ઓછા 80,000 બતક અને 10,000 મરઘા પકડવામાં આવ્યા હતા.

છત્તીસગઢના બસ્તર ક્ષેત્રના બીજાપુર જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ કેમ્પ નજીક ઓછામાં ઓછા 45 મેના પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, પાંચ પક્ષીઓના નમૂનાઓ એવિયન ઇન્ફલ્યુએન્ઝા પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

ઝારખંડના હજારીબાગમાં લગભગ 200 જેટલા કબૂતરો મૃત હાલતમાં મળી આવ્યા હતા અને અધિકારીઓની ટીમ ઝારખંડના હજારીબાગમાં 200 જેટલા કબૂતરો મૃત હાલતમાં મળી હોવાનું તપાસ કરી રહી છે.

-દેવાંશી