Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- જો તમારે ઓછા સમયમાં દહીં જમાવવું હોય તો અપનાવો આ ટિપ્સ

Social Share

દરેક ગૃહિણીઓ ઈચ્છતી હોય છે કે તેઓ પણ માર્કેટમાં મળતું દહીં ઘરે જમવી શકે , ખાસ કરીને બહારથી લાવવામાં આવતું દહીં ગઠ્ઠા જેવું સરસમજાનું હોય છે, જો તમને એમ થતું હોય કે આપણું દહીં ઘરે કેમ આવું નથી જામતું અને હા ઝડપતી કેમ દહીં જામતું નથી તો આજે આપણે તેના વિશેની કેટલીક ટિપ્સ જોઈશું. જેનાથી જલ્દી દહીં જામી પણ જશે અને બહાર જેવું જ દહીં જામશે.

સૌ પ્રથમ તમારે જેટલું દહીં જમાવવવું હોય તેટલપં દૂધ લેવું, આ દૂધને એક સ્ટિલની તપેલીમાં નવશેકું ગરમ કરી લેવું.

હવે દહીં 2 ચમચી લેવું, તેને એક વાટકીમાં ચમતી વડે બરાબર મિકત્સ કરી લેવું ત્યાર બાદ તેજ વાટકીમાં થોડૂં દૂધ લઈને મિક્સ કરવું

હવે આ દહીં વાળું મિશ્રણ ગરમ કરેલા દૂધમાં નાખીદો, અને એજ ચમચી વજે દૂધને ગોળ ગોળ 1 મિનિટ સુધી મિક્સ કરીદો

હવે આ તપેલી પર ેક ઢારણ ઢાંકી દો, એવું ઢાકણ ઢાકવું કે જેનાથી હવા બહાર ન આવી શકે કે ન અંદર જઈ શકે, બને ત્યા સુધી ઉપર દસ્તો કે ખલ કે પાટલીનો વજન રાખી દેવો.

હવે 5 થી 6 કલાકમાં જ દહીં જામી જશે, આ સાથે જ એક વાતનું ધ્યાન રાખવું કે દૂધ પાણી વાળું ન હોવું જોઈએ નહી તો દહીં બરાબર નહી જામે, એટલે દેમ પ્યોર સારુ દૂધ હશે તેમ ગઠ્ઠા જેવું સરસ દહીં જામશએ, અને જો તમને ડાઉટ હોય કે દૂધ પાણી જેવું છે તો તેને ઘીમા તાપે ઉકાળી લો, અને જ્યારે ઉકળી જાય ત્યારે તેને ઠંડૂ થવાદો,ત્યાર બાદ અંદર દહીંનું મિશ્રણ એડ કરવું જો તમે આ ટ્રિક અપનાવશો તો તમારું દહીં પણ બહાર જેવું જ જામશે.

જો તમારા પાસે દહીં જમાવવા માટે મેણવણ ન હોય તો તમે દૂધમાં 2 કે 3 લીલા મરચા નાખી  શકો છો તેનાથી પણ દહીં જામી જાય છે.