Site icon Revoi.in

કિચન ટિપ્સ- રોટલી બચી જાય તો ચિંતા ન કરો તેમાંથી બનશે સરસમજાના ટેસ્ટી ભાખરવડી રોલ

Social Share

સાહીન મુલતાની

દરેક ઘરમાં ભોજનમાં વધ ઘટ થતી રહેતી હોય છે, આપણાને ચોક્કસ તો ખબર ન જ હોય કે પરિવારનો કયો સભ્યો કેટલી રોટલી ખાશે, ક્યારે રોટલી વધી પણ જાય ખરી અથવા તો ઘરે રસોઈ બની ગઇહોઇ અને પરિવારનું કોઈ સભ્ય બહારથી નાસ્તો લઈ આવે તો જમવાનો માપ ખોળવાતા રોટલી બચી છે ,જ્યારે રોટલી મોટા પ્રમાણમાં વધી જાય ત્યારે દરેક ગુહિણીઓની ચિંતા પણ વધે છે કે રોટલીનું કરવું શું, તો આજે વાત કરશું વધેલી રોટલીના રોલ બનાવાની, આ રોલ ખાવામાં ખૂબજ ટેસ્ટિ અને હેલ્ધી હશે. તો હવે રોટલી ફેંકતા પહેલાઆ કિચટ ટિપ્સને ફોલો કરી લેજો, તમારી વધેલી રોટલીમાંથી આવા તો કેટકેટલાય સરસ નાસ્તા બનાવી શકાય છે,

 

રોટલી રોલ બનાવવાની રીત અને સામગ્રી

નોંધઃ- 3 રોટલીમાંથી એક રોલ બનાવી શકાય છે, આ સામગ્રી આવા બે રોલ બનાવવા માટેની છે

સામગ્રી

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં બેસન લો, તેમાં ગોળ આમલીનું પાણી, હરદળ, મીઠું, અજમો, જીરું, આદુ-મરચા-લસણની પેસ્ટ,લીલા ઘાણા, તલ, લાલા મચરાનો પાવડર આમ આ દરેક મસાલાઓ નાખીને બરાબર હાથ વડે મિક્સ કરીને જાડી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો, તેમાં જરુર પ્રમાણે પાણી ઉમેરવું, આ પેસ્ટમાં 1 ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લેવી.આ બેસનની પેસ્ટ રોટલી પર સ્પ્રેડ થી શકે તેટલી ઘટ્ટ રાખવી.

હવે એક રોટલી લો, તેના પર આ બેસનની પેસ્ટ બરાબર લગાવો, હવે તેના પર બીજી રોટલી મૂકીને પેસ્ટ લગાવો ત્યાર બાદ હવે ત્રીજી રોટલી મૂકીને પણ બેસનની પેસ્ટ લગાવો, હવે આ ત્રણ રોટલી એક ઉપર એક હશે, તેને હવે રોલ વાળીલો, આ રોલને વરાળ પર બાફીલો, ઈડલીના કૂકરમાં અથવા તો તપેલીમાં પાણી મૂકી ચારણીમાં વરાળ લાગે તે રીતે રોલ બાફી લેવા.

હવે 10 થી 15 મિનિટ બફાયા બાદ રોલને ઠંડા થવાદો, ત્યાર બાદ ચપ્પુની મદગથી તેના ગોળ ગોળ રોલ કટ કરીલો, હવે એક કઢાઈમાં તેલમાં રાય ફોડીને આ રોલને ઘીમા તાપ પર ક્રિસ્પી થાય તે રીતે સેલો ફઅરાય કરીલો, તૈયાર છે વેધેલી રોટલીના સ્વાદિષ્ટ રોલ, જેને ચા સાથે પણ ખાઈ શકો છો અથવા તો ટામેટા સોસ કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો.જ્યારે પણ હવે રોટલી બચે તો આ રેસિપી ચોક્કસ ટ્રાય કરજો તમને વાંરવાર બનાવવાનું મન ચોક્કસ થશે જ.