Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- કઠોળ બરાબર બફાતું ન હોય તો અપનાવો આ ટ્રિક,વટાણા,ચણા સહીતના કઠોળ સરળતાથી બફાય છે

Social Share

સામાન્ય રીતે આપણે કઠોળ રાંઘવાના હોય તે પહેલા તેને 6 થી 7 કલાક સુધી પલાળી દેતા હોઈએ છીએ, ત્યાર બાદ તેને કૂકરમાં સિટી વગા઼તા હોઈએ છીએ, જો કે ઘણી વખત પાલળેલા કઠોળને બફાતા ઘણો એવો સમય થઈ જતો હોય છે છંત્તા પણ કઠોળ બફાવાનું નામ નથી લેતા, જો કઠોળ બફાઈ જાય છે તો અડઘા બિન્સ કાચા અને અડઘા ત્દદન બફઆઈ જતા હોઈ તેવું બનતું હોય છે,આજે આપણે કઠોળ સારી રીતે અને ઓછા સમયમાં બફાઈ જાય તેની ટ્રિક જોઈશું, આ સાથે જ જો કોી કારણો સર કઠોળ ઘણી મહેનત બાદ પણ ન બફાઈ ત્યારે શું કરવું જોઈએ તેની વાત કરીશું

કઠોળ બાફવા માટે અપનાવો આ ટ્રિક

દેશી ચણા, કાબૂલી ચણા, વટાણા, સાયોબીન, રાજમા આ વસ્તુઓને જો તમારા બાફવી હોય તો સૌ પ્રથમ તેને હુંફાળામાં પાણીમાં વધીને 8 કલકા અને ઓછામાં ઓછા 6 કલાક સુઘી પલાળી દેવા.

ત્યાર બાદ કૂકરમાં પાણી ગરમ થવા દેવું, પાણી ગરમ થયા બાદ તેમાં મીઠૂં નાખવું અને પછી કઠોળને પલાળેલા પાણીમાંથી બારબર નિતારીને કૂકરમાં રાખવા, હવે એક ઉભરો આવે ત્યારે તેમાં 1 ચમચી તેલ અને હરદળ નાખીને કૂકર બંધી કરી લેવું, આમ કરવાથી તમારા આ કઠોળ 4 થી 5 સિટીમાં જ સરસ એવા બફાય જાય છે.

જો કઠોળ કોઈ કાળએ ન બફાઈ ત્યારે આપનાવો આ ટ્રિક

ઘણી વખત એવું બને છે કે કેટકેટલીય સિટીઓ વાગી જાય છત્તા કઠોળનો દાણો કાચો જ રહી જાય છે, ત્યારે આવા સમયે કૂકરમાં 2 ચપટી ભરીને ખાવાનો સોડા(ભજીયા ખારો) નાખી દેવાનો, આનાથી ન બફાતું કઠોળ પણ 3 સિટીમાં જ બફાય જશે.

જો કઠોળ અનેર પ્રયત્નો છત્તા ન બાફાઈ તો તમે તેમાં એક આખી કાચી સોપારી નાખીને કૂકરને બંધ કરીદો, સોપારીથી પણ કઠોળ જલ્દી બાફઈ જાય છે.