Site icon Revoi.in

કિચન ટિપ્સઃ જો ટામેટા ન હોય તો શાકમાં આ વસ્તુનો ઉપયોગ કરીને ટામેટાની કમીને પુરી કરો

Social Share

 

સામાન્ય રીતે રસોઈ ઘરમાં જો ટામેટા ન હોય તો રસોઈનો સ્વાદ અઘુરો રહે છે, શાક હોય ,દાળ હોય,મસાલા ભાત હોય કે પછી બિરયાની હોય તમામ વાનગીમાં ચામેટાની હાજરી સ્વાદનો તડકો પુરો પાડે છે, પરંતુ ધણી વખત માર્કેટમાંથી આપણે ટામેટા લાવવાનું ભૂલી ગયા હોઈએ અને કોી શાક બનાવવું હોય ત્યારે શું કરશો, આ માટે એક બેસ્ટ ઓપ્શન છે ટામેટા સોસ કે કેચપ, બને ત્યા સુધી ટામેટા કેચપ અવશ્ય ઘરમાં રાખવો જ જોઈએ, આમ તો આજકાલ બાળકો વાળા ઘરમાં ટામેટા કેચપ હોય જ છે.

જ્યારે પણ તમે કોઈ પણ શાકભાજી રસા વાળું બનાવો છો અને ટામેટા નથી, તો સૌ પ્રથમ જે રીતે તમે શાકમાં વધાર કરીને તેને સાંતળો છો એજ રીતે સાંતળીલો, ત્યાર બાદ 2 ચમચી ટામેટા સોસ એડ કરીલો, આમ કરવાથી તમારા શાકમાં ટામેટાની કમી પુરી થશે.

જો તમે બિરયાની બનાવી રહ્યા છો અને ટામેટા નથી તો જ્યારે તમે વેજીટેબલની ગ્રેવીનું લેયર કરી રહ્યા હોવ ત્યારે એક લ્યેટ ટામેટા કેચઅપનું પાતળું કરવું ,જેથી બિરયાનીનો સ્વાદ પણ બમણો થશે અને ટામેટાની કમી પમ પુરી થશે.

જો તમે કોઈ ટ્રાય શાક બનાવતા હોય  અને ત્યારે ટામેટા ન હોય તો શાક બની ગયા બાદ જ્યારે તમે જમવા બેસો છો ત્યારે શાકની કઢાઈ કે કુકરમાં માત્ર એક ચમચી ટામેટા સોસ નાખીને ચમચા વડે બરાબર મિક્સ કરી લેવું આમ કરવાથી ડ્રાય શાક પણ ટેસ્ટિ બનશે.

આ સાથે જ જો તમે દાળ કઠોળમાં ટામેટાનો ઉપયોગ કરતા હોવ અને ટામેટા ન હોય ત્યારે કાંદાની સાથં ટામેટા સોસને સાંતળીલો, અને ત્યાર બાદ શાક બનાવો તો શાકમાં ટામેટાનો સ્વાદ હાજર હોય તેવો ટેસ્ટ આવશે.