Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- માર્કેટ જેવી ક્રિસ્પી બટાકાની વેફર ઘરે બનાવી છે તો જોઈલો આ રીત

Social Share

સાહિન મુલતાની –

નાના બાળકોથી લઈને મોટાઓને કેળાની વેફર ખૂબ જ પસંદ હોય છે, અને હવે તો દરેક રસ્તાઓ પર દરેક માર્કેટમાં બટાકાની લાઈવ વેફર મળતી થઈ છે, ગરમા ગરમ વેફર અને તે પણ અનેક ફ્લેવરમાં, મરી વાળઈ, લાલ સમાલા વાળી,લીબું વાળઈ આમ અનેક ફ્લેવર વાળી વેફર સૌ કોઈની પ્રિય હોય છે, જો કે ઘણા લોકોને નથી ખબર કે લાઈવ વેફર તમે પણ એકદમ સરળતાથી અને માત્રને માત્ર 10 મિનિટમાં જ ઘરે બનાવી શકો છો.

આમ જોવા જઈએ તો બહાર આ બટાકાની વેફર 60 થી 70 રુપિયા ના ભાવે 250 ગ્રામ મળતી હોય છે, જો કે આજ વેફર તમે માત્ર 10 મિનિટની અંદર 20 રુપિયાના કેળામાં ઘરે સરળતાથી બનાવી શકો છો, પૈસા તો ઠીક પરંતુ ઘરનું તેલ અને ઘરે બનાવેલી કોઈ પણ વાનગીની મજા જ જૂદી હોય છે. અને ઓછા કેળામાં વધુ વેફળ બની જાય છે.

બટાકા વેફર બનાવવા માટે તમારે જેટલા પ્રમાણમાં વેફર બનાવવી હોય તેટલા બટાકા લેવા,

બટાકાની છાલ બરાબર કાઢી લેવી, હવે ખાસ એક જ ટિપ્સ અહીં જરુરી સાબિત થાય છે અને તે છે તેલ,

એક કઢાઈમાં તેલ બરાબર ગરમ થવા દેવું, તેલનો ગેસ ફાસ્ટ જ રહેવા દેવો, તેલ જ્યારે બરાબર ગરમ થાય એટલે તેમાં બટાકાની  અંદર ગોળ વેફર છિણી વડે પાડી લો.

ધ્યાન રાખવું કઢાઈ ખૂબ ગરમ હોવાથી દાઝવાની શક્યતાઓ રહે છે, જેથી આમ ન ફાવે તો તમે પહેલા બટાક ચિપ્સ એક મોટી ડિશમાં પાળી લો ત્યાર બાદ કઢાઈમાં તળો.

હવે વેફર કઢાઈમાં નાખ્યા બાદ તેને 2 મિનિટ સુધી બિલકુલ પણ ફેરવવી નહી 2 મિનિટ બાદ ઝારા વડે તેને ફેરવવી હવે એક એક મિનિટે વેફરને તેલમાં ઉપર નીચે કરતા રહેવું જ્યારે થોડી બ્રાઉન થવા આવે એટલે તેને ટિસ્યુ પેપર પર કાઢી લો, હવે વેફર ગરમ હોય ત્યારે જ તેમાં મરીનો પાવડર અથવા લાલ મરચાનો પાવડર અથવા ચાટ મસાલો જે તમને પસંદ હોય તેને બરાબર છાંટી દેવો અને વેફરની પ્લેટને ઉપર નીચે કરવી એટલે મસાલો દરેક વેફરમાં બરાબર સેટ થઈ જાય.

આ વેફર લાઈવ વેફર હોવાથી ખાવામાં ભૂબ જ ટેસ્ટિ લાગે છે તેનો ટેસ્ટ તમે નક્કી કરેલા મસાલા પર આધારિત હોય છે,આ સાથે વેફર જ ક્રિસ્પી બને છે અને તેમાં જરા પણ ઓઈલ રહેતું નથી. તો આજે જ ટ્રાય કરો લાઈવ કેળાની વેફર તમારા કિચનમાં.

 

Exit mobile version