Site icon Revoi.in

કિચન ટિપ્સ- જો તમારે સાઉથ ઈન્ડિયલ સ્ટાઈલ ક્રિસ્પી પેપર ઢોંસા બનાવવા હોય તો જોઈલો આ ઈઝી રીત

Social Share

સામાન્ય રીતે ઘણી ગૃહિણીઓની ફરીયાદ હોય છે કે તેમના ઢોસા ક્રિસ્પી નથી બનતા, ઘણા લોકો ઘરે જ ખીરું બનાવે છે છત્તા પણ ઢોંસા બન્યા બાગ રોટલી જેવા નરમ પડી જાય છે. જો કે તેના માટે તમારે ખાસ ખીરું બનાવાની રીત પર ધ્યાન આપવાનું હોય છે, જો ચોખા દાળનો ચોક્કસ માપ રહેશે તો તમારું ખીરું માર્કેટ જેવું જ બનશે અને ઢોંસા પણ સાઉથ ઈન્ડિયન સ્ટાઈલની જેમ ક્રિસ્પિ બનશે.

સૌ પ્રથમ ઢોસા બનાવવા હોય તેના 12 કલાક પહેલા તમારે દાળ પલાળવાની રહેશે, જેને 7 -8 કલાક બાદ મિક્સરમાં ક્રસ કરી લેવાની ત્યાર બાદ 4 કલાક માટે આંથો લાવવા દેવો  અને જો ઈન્સ્ટન્ટ બનાવા હોય તો ઈજો કે ખારાનો ઉપયોગ કરી શકો છો.

સૌ પ્રથમ આપણે ખીરું બનાવવા માટે દાળનો માપ જોઈશું

ચોખા -3  કપ , અળદની દાળ –  1 કપ અને ચણાની દાળ – અડધો કપ

આમ ત્રણ ભાગના ચોખા ,અડધો ભાગની અળવદી દાળ અને પોણાભાગની ચણાની દાળનો ઉપયોગ કરવો.

હવે આ ત્રણેયના મિશ્રણને બે થી ત્રણ પાણી વડે ઘોઈને રાતે પાણીમાં પલાળી દેવું, હવે સાંજે ઢોસા બનાવવા હોય તો તેને સવારે ખૂબ જ જીણું દળી લેવું ,ખાસ યાદ રાખજો ઢોસાનું ખીરુ એકદમ જીણું દળવું તો સ્પ્રેટ સારી રીતે કરી શકાશે,આ સાથે જ દળતી વખતે ખટાશ તરીકે છાસ અથવા દંહીનો ઉપયોગ કરવો  અને મીઠું  પણ દળતી વખતે જ એડ કરી લેવું, હવે આ મિશ્રણને એલ્યુમિનિયમના વાસણમાં કાઢીલો, હવે તેના પર એરટાઈટ ઢાકણા ઢાકીને રહેવાદો, સાંજ સુધીમાં આ ખીરામાં બરાબર આથો આવી ગયો હશે.

હવે તમે સરળતાથી ઢોસાની તવી પર ઢોસા બનાવી શકો છો, ઢોસા ઘીરે ઘીરે સ્પ્રેડ કરતા જઈને બનાવવા બને ત્યા સુધી પાતળા રાખવા એટલે બહાર જેવા જ ક્રિસ્પી બનશે. હવે જ્યારે પણ ઢોસાનું ખીરું બનાઓ તો આ ટિપ્સ અપનાવશો તો ઢાસ ક્રિસ્પી બનશે.

ખીરું જ્યારે ઢાંકીને રાખો ત્યારે તેમાં 4 થી 5 દાણા સુકી મેથીના એડ કરવા જેનાથી ગેસ જેવી સમસ્યા થશે નહી અને આથો હોવાના કારણે પેટને નુકશાન નહી થાય.મેથીના દાણાને ખીરામાં પલાળી દેવા.