Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- જો તમારા ગેસના ચુલા કાળા અને ચીંકણા થઈ ગયા હોય તો ઘરમાં રહેલી આટલી વસ્તુઓથી કરો ક્લિન

Social Share

સાહિન મુલતાનીઃ-

ઘરનું કિચન એવી જગ્યા છે કે જ્યાં તેલનો વધાર વધુ ઉડતું હોય છે, આ સાથે જ કિચનના ચુલા પર દૂધ,દાળ કે કઢી જેવી વસ્તુઓ ઉભરાતી હોય જેને લઈને ચીકાસ અને કાળાશ જામી જતી હોય છે, ત્યારે તેને સાફ કરવામાં ઘણી મુશ્કેલી થતી હોય છે,આ સાથે જ ગેસના ચુલા પણ એટલી કાળાશ હોય છે કે તેન ઘસી ઘસીને થાકી જઈએ તો પણ નીકળવાનું નામ નથી લેતી, આવા સમયે ઘરના જ કિચનમાં એવી કેટલીક વસ્તુઓ રહેલી હોય છે કે જેનાથી આપણે આ ગેસના ચુલાની કાળાશ અને ચીકાશ સરળતાથી દૂર કરી શકીએ છીએ.

ગેસના ચુલા પર કાળાશ જામી હોય તો તે જગ્યા પર ચોડા ખાર લગાવીને 10 મિનિટ રહેવા દો ત્યાર બાદ તારના કુંચા વડે તેને ઘસીને બરાબર ઘોઈલો, સરળતાથી કાળાશ નીકળી જશે.

ગેસ પર જામી ગયેલી ચીકાશને દુર કરવા માટે તમે ટૂથપેસ્ટ, લીબુંનો રસ અને મીઠું મિક્સ કરીને લગાવી થોડીવાર રહેવા દો, ત્યાર બાદ તેને કપડા ધોવાના પાવડર વડે ઘોઈલો ,ગેસ પરથી ચીકાસ તદ્દન દૂર થઈ જશે.

જો તમારા ઘરમાં કોઈ પણ સોડા હોય જેમ કે પેપ્સી, કોકોકોલા કે સ્પ્રાઈટ જેવી પાવર વાળી સોડા ચીકાશ વાળી અને કાળાશ વાળી જગ્યાએ નાખીને 5 મિનિટ રહેવા દેવાથી આપોઆપ કાળાશ નીકળી જશે, તમારે વધુ મહેનત પણ નહી કરવી પડે.

ખાટ્ટી આમલીનો પલ્પ કાળાશ વાળી જગ્યાએ લગાવીને 10 મિનિટ સુધી રહેવા દેવાથઈ ચુલા પરની કાળાશ દૂર થાય છે.આ માટે તમારે આમલીને પાણીમાં પલાળી રાખવી પડશે ત્યાર બાદ તેનો પલ્પ ગેસના ચુલા પર સ્પ્રેડ કરીને રહેવા દેવો.

જ્યારે પણ ચા કે દુધ ઊભરાય ત્યારે તેને તરત સાફ કરવાનું રાખો, જેથી ચુલા પર કાળાશ જામે નહી , અને આ કાળાશ જામી જાય ત્યારે તેના પર બ્લિચિંગનું પાણી નાખીને તમે સરળતાથી સાફ કરી શકો છો, જો કે બ્લિચિંગ હોવાથી તમારા હાથનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે.