Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- તમારા રસોડાને હરહંમેશ ક્લિન રાખવા માટે બસ આટલી બાબતનું ખાસ આપો ધ્યાન

Social Share

સામાન્ય રીતે ગૃહિણીનો ખાસો એવો સમય કિચનમાં પસાર થતો હોય છે, રસોઈથી લઈને રસોઈ ઘર સાફ કરવામાં ઘણી મહેનત થતી હોય છે, અને દરેક ગુહિણી ઈચ્છે છે કે તેમનું રસોડું ક્લિન રહે,જો કે આ માટે તમારે ખાલી નાની નાની ટિપ્સને ફોલો કરવાની જરુર છે ,જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમરાે સ્પેશિયલ રસોડું સાફ કરવા માટે સમય નહી કાઢવો પડે અને દરોજની કિચનની સફાઈ પણ સરળ બની જશે.

કિચનને ચોખ્ખું રાખવા માટે ગેસ, પ્લેટફોર્મ અને ખાસ કરીને વોશબેઝિંગને ક્લિન રાખવાની દરુર હોય છે, આ ત્રણ વસ્તુઓ જો બરાબર સાફ રહેશે તો તમારુ રસોડું પણ બરાબર સાફ જોવા મળશે ,તો ચાલો જાણીએ કિચનને ચોખ્ખું રાખવાની કેટલી ટિપ્સ

રચોડું ચોખ્ખું રાખવા કરો આટલું

તમારા કિચનના ખાનામાં જો તમે બરણી એવું રાખો છો તે જગ્યા પર પહેલા જાડુ પ્લાસ્ટિક પાથરી દેવું, જેથી જ્યારે પણ સાફ કરો ત્યારે માત્ર પ્લાસ્ટિક ઘોવાનું રહેશે અને ખાના ચીકણા પણ નહી થાય જલ્દી ધોવાી પણ જશે.

તમારા કિચનના વોશબેઝિંગમાં સફેદ ફિનાઈલની ગોળી રાખી મકો જેનાથઈ ગંદી વાસ આવતી મટે છે, અને કિચનમાં ખુશષ્બું ફેલાી છે.

જો કિચનના સિંકમાં જો લીલ જામી જતી હોય અથવા ચીકાશ થઇ હોય તો બેકિંગ પાઉડરમાં વિનેગર નાંખીને ગરમ પાણી વડે તેને સાફ કરો તો જલ્દી સાફ થશે અને ચીકાશ દૂર થશે,
કિચન પ્લેટફઓર્મને સાફ કરવા માટે લિક્વિડ સોપ અને વિનેગરનું પાણીનો ઉપયોગ કરવો તેનાથી ચીકાશ દૂર થાય છે.

તમારા ફ્રીજને સાફ કરવા માટે નવસેકા ગરમ પાણીનો ઉપયોગ કરવો , આ પાણીમાં બેકિંગ સોડા અને લીબુંનો રસ એડ કરવાથી ફ્રિજમાં રહેલી દુર્ગંઘ દૂર થાય છે.

બઘું કામ પૂરું થયા બાદ સિંકમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ખાવાનો સોડા નાખવાથી સિંકની પાઇપ સાફ થઇ જશે સાથે જ બેક્ટેરિયાનો નાશ થશે.

જો તમારા વાસણ ચીકણા હોય તો તેને ગરમ પાણીથી ધોવા જોઈએ જેનાથી ચીકાશ દૂર થાય છે,
મહોતાને વોશ કરતા પહેલા ગરમ પાણીમાં સોડાખાર નાખઈને 30 મિનિટ સુધી પલાળઈ રાખો ત્યારે બાદ વોશ કરવાથી મહોતા ચોખ્ખા થઈ જાય છે