Site icon Revoi.in

કિચન ટિપ્સઃ કાચા કેળાનું લસણીયા શાક, ખૂબ ઝડપી અને માત્ર 5 જ મસાલામાં થઈ જશે તૈયાર

Social Share

સામાન્ય રીતે જોવા જઈએ તો કેળા એવું ફળ છે કે જેની અનેક વેરાયટીઓ બની શકે છે, પાકા કેળા કેલ્શિયમની માત્રાથી ભરપુર હોવાથી દિવસ દરમિયાન એનર્જી પુરી પાડે છે, તો કાચા કેળામાંથી વેફર, ચેવડો,શાક જેવી અનેક વાનગીઓ બનાવી શકાય છે, કાચા કેળા ફરાળમાં મોટા ભાગના લોકો ઉપયોગમાં લેછે તો આજે વાત કરીશું કાચા કેળાના શાકની, જે માત્ર તમે, હરદળ,મીઠું,લાલ મરચું, લસણ જેવા સામાન્ય મસાલાની મદદથી 15 થી 20 જ મિનિટમાં તૈયાર કરી શકશો

સામગ્રી – કેળા, તેલ, લસણ, રાય,જીરુ,લાલ મરચાનો પાવડર,હરદળ અને મીઠું, સર્વ કરવા માટે લીલા ઘાણા

– જરુર પ્રમાણે કાચા કેળાઃ- કેળાને છાલ કાઢીને બરાબર પાણી વડે ઘોઈલો, હવે તેની ગોળ ગોળ થોડી જાડી રિંગ કાપીલો, અર્થાત કેળાને ગોળ આકારમાં સમારી લેવા.

– હવે લસણના 2 મોટા કળા છોલીલો, આ લસલમમાં મીઠું,હરદળ, લાલ મરચાનો પાવડર તથા જરુર પ્રમાણે પાણી નાખીને બરાબર વાટી લો , ખાંડણીમાં અથવા તો મિક્સરમાં ક્રશ કરીલો, હવે આ લસણની પેસ્ટ શાક બનાવવા માટે રેડી છે.

– સૌ પ્રથમ કઢાઈમાં તેલ ગરમ થવાદો,તેલ થાય એટલેતેમાં રાય ફોટીલો અને રાય થાય એટલે જીરું નાખીદો, હવે જીરુ લાલા થયા બાદ તૈયાર કરેલી લસણની ચટણી અને થોડી પાણી નાખીને બરાબર મિક્સ કરીલો. હવે તેમાં સમારેલા કેળા એડ કરીને તવીથા વડે બરાબર ફેરવી લો, હવે તેમાં જરુર પ્રમાણે કેળા પાકી જાય એટલું જ પાણી નાખીને ગેસને ઘીમી આચ પર કરીદો, અને કઢાઈ પણ ઢાંકણ ઢાકીને 10 થી 8 મિનિટ સુધી થવાદો, આટલા સમય બાદ કઢાઈને ખોલીને જોઈલો કે કેળા પાકી ગયા છે, તો તેમાં જીણા લીલા ધાણા સમારીને સર્વ કરો,

નોંધ- જો તમને થોડુ રસા વાળું શાક પસંદ છે તો તે પ્રમાણે પાણીની માત્રા થોડી વધઘટ કરી શકો છો, આ સાથે જ લસણ વધારે લેવું જો લસણ વધારે હશે તો શાકની ગ્રેવી સરસ મજાની ટેસ્ટિ બનશે.