Site icon Revoi.in

કિચન ટિપ્સઃ બટાકાનું ડ્રાય શાક બનાવો માત્ર 10 મિનિટમાં જ જાણીલો આ રેસિપી

Social Share

સાહિન મુલતાનીઃ-

ક્યારેક ગૃહિણીઓને જમવા બનાવાનો ખૂબ કંટાળો આવે છે અથવા તો ઝટપટ કંઈક બનાવું હોય છએ ત્યારે હવે આ બટાકાની ચિપ્સના શાકની રેસિપી તમારા કામની છે માત્ર 3 સામગ્રીમાંથી બનીને રેડી થશે એ પણ 10 મિનિટમાં જ તો ચાલો જાણીએ આ ચિપ્સનપં શાક કઈ રીતે બને છે.

સામગ્રી

સૌ પ્રથમ બટાકાની છાલ કાઢીલો ત્યાર બાદ બટાકાની લાંબી લાંબી ચિપ્સ સમારીને 2 થી 3 પાણી વડે ઘોઈલો અને તેને કાણા વાળા વાસણમાં 2 મિનિટ નિતારીલો જેથી પાણી ન રહે

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો તેલ એટલું નાખવું કે ચીપ્સ ડિપ ફ્રાય થાય

તેલ ગરમ થાય એઠલે ચિપ્સ નાખીને બ્રાઉન થાય ત્યા સુઘી તેને તળીલો

હવે ચિપ્સને એક બાઉલમાં કાઢીલો

હવે ચિપ્સ પર મેગી મલાસો અને લાલ મરચું સ્પ્રેડ કરીને બરાબર મિક્સ કરીલો જો તમે ઈચ્છો તો સ્વાદ અનુસાર મીઠુ અને જીણા સમાલેરા લીલાઘાણા એડ કરીશકો છો

તૈયાર છએ ચિપ્સનું શાક જે ઓછી મહેનત અને ોછી તથા બેઝિક સામગ્રીમાંથી બનીને રેડી થી જાય છે

આ શાક રોટી સાથે દાલ રાઈસ સાથે અને કઢી ખીચડી સાથએ ખૂબ જ ટેસ્ટી લાગે છે.સાથે જ બાળકોને રોટી સાથએ લંચ બોક્સમાં પણ ભરી શકો છો.

બીજી મહત્વની વાત એ છે કે આ શાક પ્રવાસ દરમિયાન લઈ જઈ શકો છો તેમાં લસણ કે આદુ ન હોવાથી તે આખો દિવસ દરમિયાન બગડતું નથી અને ડિપ ફ્રાય હોવાથી તે સારુ રહે છે.