Site icon Revoi.in

કિચન ટિપ્સઃ ખૂબ જ ભૂખ લાગી હોય ત્યારે બનાવી લો આ ઝટપટ બનતા ઢોંસા, બેઝિક સામગ્રીમાંથી બનીને થશે તૈયાર

Social Share

સાહિન મુલતાનીઃ-

ગમે તે સમય હોય સવારનો નાસ્તો કે ડિનર હોય  ઢોંસા ખાવાની મજા જ કઈ ઓર હોય છે, જો કે મોટા ભાગના લોકો ઢોંસા ઘરે બનાવાનું એટલા માટે ટાળે છે કે તેમાં રહેલા દાળ ચોખા પલાળવા પડતા હોય છે જો કે આજે આપણે રવામાંથી ઈન્સ્ટન્ટ ઢોસા બનાવાની રીત જોઈશું જેનાથી તમે 10 મિનિટમાં ઢોંસા બનાવી શકશો

રવાના ઢોસા માટેની સામગ્રી

સૌ પ્રથમ એક તપેલીમાં રવો લો, તેમાં છાસ અને પાણી તથા સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર મિક્સ કરીલો, હવે 2 મિનિટ તપેલીને ઢાંકીને રાખીદો.ત્યાર બાદ ઢોંસાના તવાને ગરમ કરી તેના પર તેલ પાણી મિક્સ કરીને કોટનના કટકા વડે ફેરવી લો, હવે આ રવાના બેટરને સ્પ્રેડ કરીને ઢોંસા બનાવી લો, આ ઢોંસા થોડા થીક બનશે પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટિ લાગશે, તેને ગેસ પર ઘીમા પાતે થવાદો જેથી તે ક્રિસ્પી લાગશે

મસાલો બનાવવા માટે

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ જીરુ અને ડુંગળી લા કરો, હવને તેમાં ટામેટા નાખીને 3 મિનિટ સુધી થવાદો, ત્યાર બાદ તેમાં હરદળ,મીઠું,સાંભર મલાસો,લાલ મરચું અને લીલા ઘાણા નાખીને બરાબર 5 મિનિટ સુંધી સાંતળીલો.

હવે રવાના ઢોસા પર આ મલાસો સ્પ્રેટ કરીને તમે ખાઈ શકો છો, આ ઈન્સટન્ટ ઢોસા તમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે કોઈ પણ પ્રકારની તૈયારી વિના માત્રને માત્ર 10 મિનિટમાં તરત બનાવી શકો છો.

Exit mobile version