Site icon Revoi.in

કિચન ટિપ્સઃ ચાની ગરણી થઈ ગઈ છે ગંદી, તો હવે અપનાવો આ કેટલીક ખાસ ફાસ્ટ ટિપ્સ

Social Share

કિચનમાં આપણે કેટલાય કામ કરતા હોઈએ છે, દરેક વાસણ સાફ રહે, કિચન ગંદુ ન થાય, કામ ચોખ્ખાઈથી થાય આ કેટલીય બાબતોનું ગૃહિણીઓ એ ધ્યાન રાખવું પડતું હોય છે. આ સાથે જ ચા પણ દિવસ દરમિયાન ઘણી વખત બનાવતા હોઈએ છીએ, વધારે પડતી ચા જે ઘરમાં બને છે ત્યા ગરણીનો પણ વધુ ઉપયોગ થાય છે,ઘણી વખત ચા ગાળવાની ગરણી ખૂબજ કાળી ચીકણી અને ગંદી થઇ જતી હોય છે, કે તેને સાબુ કે પાવડર વડે સાફ કરવાથી પણ ચીકાશ અને કાળાશ દૂર થતી નથી.ત્યારે આજે આવી ગરમઈને કંઈ રીતે સાફ કરાય તે વાત કરીશું

ગરણી સાફ કરવા માટેના ઘેરલું સરળ ઉપાય

1 જો ગરણી સ્ટિલ કે એલ્યૂમિનિયમની હોય તો તેને ગેસ ચાલું કરીને તેના પર 30 સેકન્ડ રાખી દો, ત્યાબ બાદ ગરણીને બીજી તરફ પણ ગેસની ફ્લેમમાં ગરમ કરો, આમ કરવાથી જામેલી ચિકાશ ઓગળશે, ત્યાર બાદ તેને પાણીમાં પલાળઈને તરત જ સાબુ અને કૂચાની મદદથી સાફ કરીલો, બધી જ ચિકાશ નીકળી જશે.

2 જો ચા ગાળવાની ગરણી પ્લાસ્ટિકની હોય તો તેના માટે તમારે એક તપેલીમાં ગરમ પાણી કરીને તેમાં 1 ચમચી બેકિંગ સોડા, કપડા ઘોવાનો પાવડર અને એક લીબું નાખીને ગરણીને અંદર પલાળી દેવી ત્યાર બાદ વાયરના કૂચા વડે સાફ કરી લેવી, આમ કરવાથી પ્લાસ્ટિકની ગરણી તદ્દન સાફ થઈ જશે.

3 આજ રીતે તમે પાણી ગાળવાની મોટી ગરણી પણ સાફ કરી શકો છો, આ સાથે જ પ્લાસ્ટિકની ગરણીને સાદા ગરમ પાણઈમાં પલાળીને લિક્વિડ વડે સાફ કરી શકો છો જેનાથી ચીકાશ દૂર થાય છે.

જપ્લાસ્ટિકની ચાની ગરણીને તમે લીબું,સોડાખાર વડે સાફ કરી શકો છો, આ સાથે જ તેના માટે હુંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો.