Site icon Revoi.in

કિચન ટિપ્સઃ બટાકા બાફતી વખતે અંદરથી કાચા અને ઉપરથી વધુ બફાઈ જાય છે? તો હવે કરો આટલું, બટાકા પરફેક્ટ બફાશે

Social Share

બટાકા એવી વસ્તુ છે કે જે કિચનમાં દરેક વાનગીઓમાં ઉપયોગમાં લેવાતા હોય છે, ખાસ કરીને બટાકા બાફીને અનેક વાનગીઓ બનાવાતી હોય છે પરંતુ જો બટાકા બરાબર ન બફાઈ તો બટાકાનો ક્રશ કરીને જે વાનગી બનાવાતી હોય છે તેમાં થોડી સમસ્યા સર્જાય છે, જેમ કે પેટિસ, બટાકા વડા વગેરેમાં બટાકા બરાબર ન બફાઈ તો તેના ટૂકડા રહી જતા હોય છે, ઘણી વખત આ ટબકડાના કારણે જે તે વાનગીઓનો સ્વાદ બગડતો હોય છે .

મોટાભાગની ગૃહિણીઓ 4 થી 5 સીટી કૂકરની વગાડે છે છત્તા પણ બટાકા ઉપરથી બરાબર છૂટા પડી જાય તે રીતે બફાય જતા હોય છે પરંતુ અંદરથી તો કાચા જઅને સ્વાદમાં ફીક્કા જ હોય છે ત્યારે આજે બટાકા બાફવાની સાચી ટ્રિક જોઈશું, જેનાથી બટાકામાં મોરાશ પણ નહી રહે અને બટાકા બરાબર બફાઈ પણ જશે.

જ્યારે પણ બટાકાને બાફવા હોય ત્યારે તેને પહેલા પાણી વડે બરાબર ઘોઈલો. ત્યાર બાદ બટાકાને વચમાંથી બે ટૂકડા કરીલો, જો બટાકાની સાઈઝ વધુ મોટી હોય તો તેના ત્રણથી ટાર ટૂડા કરીલો, હવે આ બટાકાના ટૂકડાઓને કૂકરમાં નાખી બટાકા પાણીમાં ડૂબી જાય તે રીતે પાણી નાખો, હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને કૂકર બંઘ કરીને 4 થી 5 સીટી વગાડી ગેસ બંધ કરીલો, હવે જ્યારે કૂકરની હવા નીકળી જાય એટલે તેમાં ગરમ પાણી કાઢીને ઠંડૂ પાણી નાખીને છોલી લો., આમ કરવાથી બટાકા અંદરથી પણ બરાબર બફાશે અને મીઠાના કારણે બટાકામાં ફિકાશ પણ નહી રહે.