Site icon Revoi.in

જાણો અહીં આવેલા ટ્વિનટાઉન ગામ વિશે, જ્યાં 1000 બાળકોમાં 15 ટકા બાળકો જોડીયા જન્મે છે

Social Share

વિશ્વમાં અવનવી જગ્યાઓ આવેલી છે,ઘણા ગામ પોતાનામાં ખઆસ હોય છે ત્યા બનતી ઘટનાઓ કે કોઈ કારણો સર આવા ગામ વિશ્વભરમાં જાણીતા બને છે, આજે અમે તમને જે શહેર વિશે જણાવીશું તે એટલું ખાસ છે કે તેના વિશે જાણીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. આ શહેર જોડિયાઓના શહેર તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

નાઈજીરિયાના ઈગ્બો-ઓરા શહેરની વસ્તી 2 લાખ 78 હજાર છે. આ ગામ નાઈજીરિયાની રાજધાની લાગોસથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું છે. આ શહેરને વિશ્વની ‘ટ્વીન કેપિટલ’ કહેવામાં આવે છે કારણ કે તેમાં જોડિયાઓની નોંધપાત્ર વસ્તી છે.

આ સાથે જ એવું કહેવાય છે કે અહીં જન્મેલા દર 1000 બાળકોમાંથી 158 જન્મો જોડિયા બાળકોના છે. દર વર્ષે અહીં ટ્વિન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં 1000 થી વધુ જોડિયા જોડી સામેલ થાય છે.

એક અભ્યાસ સૂચવે છે કે આ વિસ્તારની મહિલાઓની ખાવાની આદતોને કારણે અહીં જોડિયા જન્મવાની શક્યતા વધુ છે. તે જ સમયે, એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે અહીંની મહિલાઓના શરીરમાં જોવા મળતું એક ખાસ રસાયણ આનું કારણ હોઈ શકે છે. અહીં મળતા ફળોની છાલમાં આ કેમિકલ જોવા મળે છે. જો કે, આહારના સેવન અને જોડિયાના જન્મ વચ્ચે કોઈ સીધો સંબંધ વૈજ્ઞાનિક રીતે સાબિત થયો નથી.જો કે, આ એકમાત્ર જગ્યા નથી જે જોડિયાઓની વધુ વસ્તીને કારણે પ્રખ્યાત છે. બ્રાઝિલના કેન્ડીડો ગોડોઈ અને ભારતમાં કેરળનું એક ગામ કોડિન્હી પણ જોડિયા બાળકોની વધુ સંખ્યા માટે પ્રખ્યાત છે.