Site icon Revoi.in

જાણીલો આ કેટલાક ફૂલો વિશે જે વાળને કાળા ઘટ્ટ બનાવાની સાથે વાળની કરે ચે માવજત

Social Share

દરેક લોકો પોતાના વાળને સુંદર બનાવા માટે મોંધા મોંધા પ્રોડક્ટનો ઉપયોગ કરે છે જો કે વાળની સુંદરતા વધારવા માટે કેટલાક ફૂલો એવા છે જે કુદરતી રીતે વાળને ખરતા અટકાવે છે,વાળને કાળા બનાવે છે સાથે જ વાળમાં થતો ખોળો પણ રોકે છે,તો ચાલો જાણીએ આ ફૂલોનો ઉપયોગ અને તેના ફાયદાઓ

જાસુદ

આ ફૂલ પોષક તત્વોથી ભરપુર છે. વાળને વધારવા તથા કાળા કરવા માટે તેનો ઉપયોગ બેસ્અટ છે. જાસૂદના પાનને પાણીમાં ઉકાળઈને તે પાણીથી વાળમાં જો માલીશ કરવામાં આવે તો વાળ મજબૂત બને છે.

આ સાથે જ હેર ઓઈલમાં જાસૂદના પાનને ગરમ કરીને તે હેરઓઈલ વાળમાં લગાવામાં આવે તો વાળ  ખરતા મટે છે સાથે વાળ સીલ્કી પણ બને છે.તથા ખઓળો દૂર થાય છે.

ચમેલી

ચમેલીના ફૂલમાંથી  ઘણા પોષક તત્વો હોય છે.  ગ્લાઇકોસાઇડ્સ, ફેનોલિક કમ્પાઉંડ , ફ્લેવોનોયડ, ટેનીન્સ, કાર્બોહાઇડ્રેટ સૈપોનિંસ જેવા પોષક તત્વો હોય છે. તે પૌષ્ટિક તત્વોથી ભરેલું છે. તેનો ઉપયોગ વાળ અને ત્વચાની સુંદરતા માટે થઈ શકે છે.તમે હેરઓઈલના આ ફૂલના પાન નાખીને ગરમ કરીને તેને વાળની સ્કેલ્પ પર લગાવી શકો છો.

બારમાસીના ફૂલ

બારમાસીને કૃમીગ્ન કહેવામાં આવે છે.આ ફૂલનો રસ બનમાવીને તમે વાળમાં લગાવી શકો છો જે વાળને કાળા કરવામાં મદદરુપ બને છે.

ગુલાબ

નારિયેળ તેલમાં જો તમે ગુલાબની પાંદળીઓ નાખીને ગરમ કરી તે તેલથી વાળમાં મસાજ કરશો તો વાળમાંથી ખોળો દૂર થશે, આ સાથે જ નવાળમાં આવતી ગંદી સ્મેલને ગુલાબ દૂર કરે છે

ગુલાબના પાનને સુકાવીને તેનો પાવડર બનાવી લો ત્યાર બાદ વાળ વોળ કરતા વખતે શેમ્પૂમાં આ પાવડર મિક્સ કરો આમ કરવાથી વાળ સુંદર બનશે અને સારી ખુશ્બુ વાળમાં આવશે, સાથએ જ વાળ ખરતા મટે છે તથા કુદરતી રીતે વાળ કાળા બને છે.