Site icon Revoi.in

જાણો અહીં સૌથી ડેન્જર જગ્યાઓ વિશે, પ્રવાસન સ્થળ હોવા છત્તા સૌ કોઈને સુરજ ઢળ્યા બાદ અહી આવતા પરસેવો છૂટે છે

Social Share

 

દુનિયામાં કેટલીક જગ્યાઓ એવી હોય છે જે ખૂબ જ ખતરનાક હોય છે.જ્યા જવું ઈન્સાન માટે મુશ્કેલ છે,એડવેન્ચરમાં માનનારા કેટલાક પ્રવાસીઓ ખતરનાક સ્થળોએ જવામાં અચકાતા નથી, પરંતુ આજે અમે તમને આવી જ 6 ખતરનાક  જગ્યાઓ જણાવીશું જ્યાં જશો ખરા પણ પાછા ફરવું અશક્ય જેવી વાત છે.આ સ્થળોની કહાની એવી છે કે ત્યાં જવાની હિંમત જ ખતમ થઈ જાય છે. 

નોર્વે ગ્લોબલ સીડ વૉલ્ટ ઑફ નોર્વે આ સુંદર સ્થળ છે પરંતુ અહીં પણ લોકો પ્રતિબંધિત છે. ઉત્તર ધ્રુવથી આ સ્થળનું અંતર માત્ર 800 માઈલ છે. આ સ્થળનું તાપમાન માઈનસ 18 ડિગ્રી સેલ્સિયસ છે. નોર્વેએ આર્કટિકમાં સ્વાલબાર્ડ આઇલેન્ડ પર આ ગ્લોબલ સીડ વૉલ્ટની સ્થાપના કરી છે. અહીં માઈનસ 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વિશ્વના તમામ બીજ સાચવવામાં આવ્યા છે. આ સીડ વોલ્ટની ક્ષમતા 2 અબજથી વધુ છે અને અહીં લગભગ 9 લાખ બીજના સેમ્પલ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ગ્લોબલ સીડ વૉલ્ટ વિશ્વભરની 1700 થી વધુ જીન બેંકો માટે બેંક-અપ તરીકે સેવા આપે છે.

હર્ડ વોલ્કેનો આઇલેન્ડ સમગ્ર વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. પરંતુ, હર્ડ આઇલેન્ડ જ્વાળામુખી ખૂબ જ ખતરનાક સ્થળ છે. હર્ડ જ્વાળામુખી વિશ્વમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં જ્વાળામુખી અને બરફ બંને એક સાથે છે. વર્ષ 2000માં અહીં જ્વાળામુખી ફાટ્યો હતો અને ચારેબાજુ આગની નદીઓ વહી રહી હતી.આ જગ્યા ખતરનાક છે, અહીં જનારા લોકો અહીંથી જીવતા પાછા ફરી શકતા નથી.

. સમુદ્રમાં આવેલા આ ટાપુ પર જવાનો અર્થ સ્વર્ગની મુલાકાત લેવાનો છે, પરંતુ ખતરનાક સાપને કારણે આ ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 43 હેક્ટરમાં ફેલાયેલા આ ટાપુને દુનિયાની સૌથી ખતરનાક જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. બ્રાઝિલ સરકારના જણાવ્યા અનુસાર અહીં દર પાંચ મીટરે તમને એક ઝેરી સાપ જોવા મળશે. સ્નેક આઇલેન્ડની મુલાકાત પર પ્રતિબંધ મૂક્યો છે. અહીં માત્ર જીવવિજ્ઞાનીઓને જ જવા દેવામાં આવે છે

Exit mobile version