Site icon Revoi.in

જાણો ભારતમાં આવેલું છે દુનિયાનું સૌથી મોટુ આ વટવૃક્ષ, એટલું વિશાળ અને વર્ષો જૂનુ છે કે તમને પણ લાગશે નવાઈ

Social Share

સામાન્ય રીતે આપણે સૌ કોઈએ સૌથી મોટી નહી, સૌથી ઊંચો પહાડ કે પછી સૌથી મોટી ગુફા વિશે સાંભ્ળયું જ હશે પણ આજે વાત કરીશું વિશઅવના સૌથી મોટા ઝાડ વિશે, જે આપણા દેશ ભારતમાં જ આવેલું છે અને આ ઝાડ છે વટનું ઝાડ.આ વૃક્ષે પણ તેની ઉંમરના કારણે વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

આ વૃક્ષ કોલકાતામાં આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ બોટનિકલ ગાર્ડનમાં એક વડનું વૃક્ષ છે, જે અંદાજે 250 વર્ષ જૂનું કહેવામાં આવી રહ્યું છે. આ વૃક્ષને વિશ્વના સૌથી મોટા વટવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે.

અહીં વર્ષ 1787માં આ વૃક્ષની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે તેની ઉંમર લગભગ 20 વર્ષની હતી. ઝાડના મૂળ અને મોટી મોટી ડાળીઓ છે, જેના કારણે દરેકને એવું લાગે છે કે જાણે જંગલમાં કોઈ આવ્યું હોય. આ જોઈને તમે અનુમાન ન કરી શકો કે તે માત્ર એક જ વૃક્ષ છે.જે ઘણા બધા વૃક્ષની ગરજ સારે છે.

આ ઝાડ 14,500 ચોરસ મીટરમાં ફેલાયેલું છે.જેની ઊંચાઈની જો વાત કરીએ તો તે લગભગ 24 મીટર ઊંચું છે. તેના 3 હજારથી વધુ મૂળીયા છે, જે હવે જડમાં ફેરવાઈ ગયા છે. આ કારણે તેને વિશ્વનું સૌથી પહોળું વૃક્ષ અથવા ‘વૉકિંગ ટ્રી’ પણ કહેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ઝાડ પર પક્ષીઓની 80 થી વધુ પ્રજાતિઓ રહે છે.

વર્ષ 1884 અને 1925ના વર્ષોમાં કોલકાતામાં આવેલા ચક્રવાતી તોફાનોએ વટવૃક્ષને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જેના કારણે, ડાળખીઓમાં ફૂગ આવીગઈ હતી , જેના કારણે તેને કાપવી પડી હતી. આજે બોટનિકલ ગાર્ડનમાં તે એકમાત્ર મોટું વૃક્ષ છે, જો કે તમે આ પાર્કમાં વિશ્વભરમાંથી લાવવામાં આવેલી સેંકડો અન્ય વિદેશી વનસ્પતિ પ્રજાતિઓ પણ જોવા મળે છે.

વર્ષ 1987માં ભારત સરકારે આ મોટા વડના માનમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. તેને બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ વૃક્ષની જાળવણી 13 લોકોની ટીમ દ્વારા કરવામાં આવે છે, જેમાં તમને વનસ્પતિશાસ્ત્રીઓથી લઈને માખીઓ સુધી દરેક જોવા મળશે. સમયાંતરે, આ ઝાડની તપાસ પણ કરવામાં આવે છે, તે જોવા માટે કે તે કોઈપણ રીતે નુકસાનકારક નથી.