Site icon Revoi.in

જાણો ભારતના કેટલાક ગામોની વિશેષતાઓ,કોઈ ગામમાં બોલાય છે સંસ્કૃત ભાષા તો કોઈ ગામ છે કરોડપતિ 

Social Share

આપણે  વિશ્વભરમાં અવનવી વાતો સાંભળી હશે અને જોઈ હશે ઘણી અજાયબીઓ સાઁભળી હશએ ત્યારે આજે પણ કઈક એવી અજાયબીઓ વિશે વાત કરીશું, જેમાં ભારતના કેટલાક એવા ગામો વિશે  જાણીશું કે  જ્યાં કેટલીક એવી વસ્તુઓ છે જે તેમને અન્ય ગામોકરતા અલગ બનાવે છે.આ ગામની વિશેષતાઓ પોતાની આગવી ઓળખ બને છએ તો ચાલો જાણીએ કેટલાક ગામો વિશે.

કર્ણાટકના  મત્તુર ગામની વાત કરીએ તો આ ગામની ખાસિયત એ છે કે અહીંના લોકો સંસ્કૃતમાં બોલે છે. જ્યારે અહીંની સત્તાવાર ભાષા કન્નડ છે. પરંતુ અહીંના રહેવાસીઓ પ્રાચીન ભાષા સંસ્કૃત બોલવામાં આરામદાયક છે. તમને જણાવી દઈએ કે સંસ્કૃત ભાષા શાળાઓમાં માત્ર એક વિષય સુધી મર્યાદિત છે. આ સિવાય તેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં થાય છે.
શનિ શિંગણાપુર ગામ, મહારાષ્ટ્રનું ગામ છે જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ, ત્યારે આપણે દરવાજો બંધ કરીને સૂઈએ છીએ જેથી આપણે સુરક્ષિત રહી શકીએ. પરંતુ આ ગામમાં એવું નથી, લોકોના ઘરોમાં દરવાજા નથી. અહીંના લોકો શનિદેવના ભક્ત છે. તેમનું માનવું છે કે જો અહીં કોઈ કોઈને નુકસાન પહોંચાડે છે તો તેના પર શનિદેવનો પ્રકોપ થાય છે.જેથી કરી અહી ક્યારેય દરવાજાઓ રખાતા જ નથી .
આ સહીત લોંગવા ગામ જે નાગાલેન્ડ રાજ્યમાં આવેલું છે.નાગાલેન્ડના મોન જિલ્લામાં આવેલું લોંગવા ગામ રાજ્યના સૌથી મોટા ગામોમાંનું એક છે. આ ગામ અજીબ છે કારણ કે રાજા તરીકે ઓળખાતા પ્રધાનનું ઘર ભારત અને મ્યાનમારની ભૌગોલિક સરહદ પર આવેલું છે. આવી સ્થિતિમાં અહીંના લોકો બેવડી નાગરિકતા ધરાવે છે.
બજા ગામ વિશએ વાત કરીએ તો તે બરવા આર્ટ વિલેજ,જે બિહારનું આ ગામ અજીબ છે કારણ કે 2017 સુધી અહીં કોઈ લગ્ન નથી થયા. કે પછી કોઈ વરઘોડો ગામમાં આવ્યો ન હતો. લાંબા સમય સુધી આ ગામ બેચલર વિલેજ તરીકે પણ જાણીતું હતું.  આ ગામ સુધી પહોંચવા માટે 10 કિમી સુધી ટ્રેકિંગ કરવું પડતું હતું. જેના કારણે લોકોએ અહીં લગ્ન નથી કર્યા.