Site icon Revoi.in

બહાર ફરવા જતા પહેલા જાણી લો આ મહત્વની વાત,નહીં પડે કોઈ તકલીફ

Social Share

ઘણા લોકો પોતાના પરિવાર સાથે ફરવા જતા હોય છે,તે દરમિયાન તેઓ પોતાની સાથે જરૂરી વસ્તુઓ તો લઈ જ જતા હોય છે.પણ આ સાથે તમે તમારા મોબાઈલ ફોનના સેટિંગ્સ માં કેટલીક વસ્તુઓ ચાલુ કરી દો.જેનાથી તમને માહિતી ઝડપથી મળી રહેશે.. તો ચાલો જાણીએ કે બહાર ફરવા જતા પહેલા તમારે મોબાઈલ ફોનમાં આ મહત્વના સેટિંગ કેવી રીતે સેટ કરવા.

જ્યાં ભૂસ્ખલન કે દુર્ઘટનાનું જોખમ હોય તો મોબાઈલ ફોનમાં ઈમરજન્સી બ્રોડકાસ્ટ નોટિફિકેશન ચાલુ રાખો. જો તમે આ ફીચર ચાલુ રાખશો તો તમને પહેલાથી જ ચેતવણીઓ વગેરે મળશે. વાસ્તવમાં, ઘણી વખત પર્વતોમાં, હિમવર્ષા, ભારે વરસાદને કારણે, રસ્તાઓ વગેરે બ્લોક થઈ જાય છે, જો તમને સમયસર માહિતી મળી જાય, તો તમે સુરક્ષિત રહી શકો છો.

આ સાથે તમે તમારા સ્માર્ટફોનમાં ઈમરજન્સી કોન્ટેક્ટની માહિતી સેવ રાખો.તેનાથી જરૂર પડ્યે તમને બચાવી શકાય અથવા સમયસર પરિવારને મેસેજ આપી શકાય.તબીબી માહિતી દાખલ કરવા માટે, સૌથી પહેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સેટિંગમાં જાઓ, અહીં અબાઉટ પર જાઓ અને ઇમરજન્સી માહિતી પર ક્લિક કરો અને બધી માહિતી દાખલ કરો.

હવે ગૂગલ મેપ યુઝર્સ ને ઑફલાઇન નકશો ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે.જો તમે કારમાં મુસાફરી કરી રહ્યા છો અથવા પહાડી પર ટ્રેકિંગ કરી રહ્યા છો, તો ઑફલાઇન નકશો તમને ઘણી મદદ કરી શકે છે. ખાસ કરીને જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી નથી, તે તમને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ શકે છે.