Site icon Revoi.in

કોંગ્રેસના ઉમેદવારો ક્યારે ફોર્મ ભરશે જાણો, બાકીના ઉમેદવારો પણ જાહેર કરાયા

Social Share

અમદાવાદઃ કોંગ્રેસે શનિવારે રાત્રે ગુજરાતના લોકસભાની ચૂંટણી માટેના બાકી રહેલા ચાર બેઠકોના ઉમેદવારોના નામ તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના પાંચ ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. જેમાં મહેસાણા લોકસભાની બેઠક માટે રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક માટે હિંમતસિંહ પટેલ, તથા રાજકોટ લોકસભાની બેઠક માટે પરેશ ધાનાણી અને નવસારી લોકસભાની બેઠક માટે  નૈષધ દેસાઇને ટિકિટ આપી છે. જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી માટે વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરિભાઇ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઇ ગોહિલને ટિકિટ આપી છે. આમ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં લોકસભાની 24 બેઠકો તેમજ વિધાનસભા પેટા ચૂંટણીના તમામ 5 બેઠકોના ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમજ કોંગ્રેસના ઉમેદવારો ક્યારે ઉમેદવારી ફોર્મ ભરશે. તેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારો ક્યારે ઉમેદવારી ફોર્મ ભરશે. તેની તારીખ નક્કી કરવામાં આવી છે. જેમાં તા. 15 એપ્રિલના રોજ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા, જામનગરમાં જે પી મારવીયા અને બારડોલીમાં સિધ્ધાર્થ ચૌધરી ઉમેદવારી નોંધાવશે. જ્યારે તા.16ના રોજ કચ્છમાં નીતેશ લાલન, સાબરકાંઠામાં ડો.તુષાર ચૌધરી, ગાંધીનગરમાં સોનલ પટેલ, અમદાવાદ પશ્વિમમાં ભરત મકવાણા, અમરેલીમાં જેનીબેન ઠુંમર, છોટા ઉદેપુરમાં સુખરામ રાઠવા, વલસાડમાં અનંત પટેલ, પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ અને પોરબંદરમાં લલીત વસોયા ઉમેદવારી ફોર્મ ભરશે. તેમજ તા. 18ના રોજ પાટણમાં ચંદનજી ઠાકોર, આણંદમાં અમિત ચાવડા, જુનાગઢમાં હિરાભાઇ જોટવા, ખેડામાં કાળુભાઇ ડાભી, દાહોદમાં ડો.પ્રભાબેન તાવીયાડ, વડોદરામાં જયપાલસિંહ પઢીયાર, સુરતમાં નિલેશ કુંભારી ઉમેદવારી  ફોર્મ ભરશે. ઉપરાંત શનિવારે લોકસભાના જે ચાર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. તે ઉમેવારો પણ 19મી એપ્રિલ પહેલા ઉમેદવારી ફોર્મ ભરી દેશે. ઉમેદવારી ફોર્મ ભરવામાં પુરતી ચોક્સાઈ દાખવવા અને કોંગ્રેસની લીગલ સેલની મદદ લેવા પણ ઉમેદવારોને જણાવી દેવામાં આવ્યું છે.