Site icon Revoi.in

યુવતીઓ માટે કમ્ફર્ટેબલ અને એવરગ્રીન પોષાક એટલે લોંગ કુર્તી, સ્ટાઈલિશ જમાના સાથે પણ કુર્તીની ફેશનનો વઘતો ક્રેઝ

Social Share

 

યુવતીઓ ફેશનના મામલે સૌથી મોખરે રહે છે, જે કોઈ અવનવી ફએશન માર્કેટમાં આવે છે તેનું તે અનુકરણ કરીને પોતાના સ્ટાઈલિશ બનાવે છે, જો કે કપડામાં કેટલીક એવી પ્રિન્ટ જોવા મળે છે જે સતત ચાલી આવતી ફેશન છે જે ક્યારેય બદલાતી નથી, ખાસ કરીને પ્રિન્ટેડ કપડામાં આ બાબત ખાસ જોવા મળે છે, જેમ કે ફ્લાવર પ્રિન્ટ, ચેક્સ પ્રિન્ટ કે પછી લાઈનિંગ પ્રિન્ટ આ તમામ પ્રિન્ટ એવરગ્રીન રહે છે.

ફેશનની દુનિયામાં સતત પરિવર્તન આવતું રહે છે. જો કે લાઈનિંગ ની ફેશન સદાબહારરહેતી જોવા મળે છે. આ ફેશન દરેક સીઝનમાં આકર્ષક લુક આપે છે. આ પ્રિન્ટ દરેક મટિરિયલમાં ઉલબ્ધ હોય છે, ખાસ કરીને આજકાલ લાઈનિંગ પ્રિન્ટના વન પીસનો ટ્રેન્ડ જોવા મળએ છે.

આ સાથે જ આ પ્રિન્ટના શર્ટ, કુર્તા, ટોપ, પેન્ટ, સલવાર કમીજ, વન પીસ તેમજ સ્કર્ટ ફેશનેબલ યુવતીઓની પહેલી પસંદ બન્યા છે, ભાગ્યે જ કોી હશે જેના પાસે આ પ્રિન્ટના કપડા ન હોય.

ખાસ કરીને કોલેજ ગર્લ્સ માટે લાઈનિંગ સદાબહાર પ્રિન્ટ છે અને તે જીન્સ, સ્કર્ટ, ચુડીદાર, અને પેન્ટ્સ સાથે કેરી કરીને પોતાને સ્ટાઈલિશ લૂક આપી શકે છે.લાઈનિંગમાં પણ રબર પ્રિન્ટ ,પ્રિન્ટેડ, સ્ટ્રેપ, રીવર્સીબલ વગેરે જેવી વેરાયટિઓ ઉપલબ્ધ હોય છે

ખાસ કરીને બ્લેક બેઝ સાથે વ્હાઈટ લાઈનિંગ ખૂબજ શાનદાર લૂક આપવા માટે જાણીતી છે, બ્લેક એન્ડ વ્હાઈટનું કોમ્બિનેશન વર્ષોથી ચાલી આવતું છે જેને લઈને જેન્સ તથા લેડિઝ બન્નેમાં લાઈનિંગ પ્રિન્ટનું મહત્વ જોવા મળે છે.

આ સાથે જ ખાસ કરીને આ લાઈનિંગ પ્રિન્ટમાં બ્લુ, પિન્ક,રેડ અને ગ્રીન રંગોની ડિમાન્ડ વધી ગઈ છે.વ્હાઈય લાઈનિંગ શર્ટ અને બ્લુ જીન્સનું કોમ્બિનેશન હંમેશા બેસ્ટ હોય છે. ઓફિસવેરમાં લાઈનિંગ પ્રિન્ટની કુર્તી પસંદ કરીને તમારા લૂકને પ્રોફેશનલ બનાવી શકો છો.

સ્કર્ટમાં પણ લાઈનિંગ પ્રિન્ટ જોવા મળએ છે જેના પર તમે પ્નેલ ટોપ કે શર્ટ કેરી કરી શકો છો.જે તમે ઓફીસથી લઈને ઘરની બહાર નીકળો ત્યારે તે કેરી કરીને પોતાને સ્ટાઈલિશ લૂક આપી શકો છો.