Site icon Revoi.in

ચંદ્રની તદ્દન નજીક પહોંચેલા ચંદ્રયાન-3થી અલગ થયું લેન્ડર ‘વિક્રમ’. 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગની તૈયારી

Social Share

ચંદ્રયાન-3 ને લઈને ઈસરોએ સારા સમાચાર આપ્એયા છે.  પ્રાપ્ત જાણકારી પ્રમાણએ ચંદ્રયાન 3 એ  ચંદ્ર પર ઉતરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. ચંદ્રયાન-3નું લેન્ડર ‘વિક્રમ’ સફળતાપૂર્વક અવકાશયાનથી અલગ થઈ ગયું છે અને હવે તે 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરે તેવી શક્યતા ઓ સેવાઈ રહી છે.

આજરોજ ઈસરોએ આ બબાતને લઈને ટ્વિટ કરી જાણકારી આપી છે. ઈસરો દ્રારા કહેવામાં આવ્યું કે ‘લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે. આવતીકાલ માટે આયોજિત ડીબૂસ્ટિંગ પર લેન્ડર મોડ્યુલ થોડી ઓછી ભ્રમણકક્ષામાં ઉતરવા માટે તૈયાર છે.

 ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર પ્રવેશ્યું છે, ત્યાં આજે બપોરે 1:08 કલાકે ચંદ્રયાન-3 બે ટુકડામાં વહેંચાઈ ગયું છે. વાસ્તવમાં, વિક્રમ લેન્ડરને પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે. આ પછી હવે વિક્રમ લેન્ડર ચંદ્રથી 100 કિમી દૂર છે. એકલા વિસ્તારની પરિક્રમા કરશે અને ચંદ્ર પર ઉતરશે.

જાણકારી અનુસાર વિભાજન પછી, લેન્ડરને એવી ભ્રમણકક્ષામાં મૂકવા માટે ‘ડીબૂસ્ટ’ પ્રક્રિયા ધીમી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે જ્યાં પેરીલ્યુન (ચંદ્રની સૌથી નજીકનું બિંદુ) 30 કિમી અને એપોલ્યુન જે ચંદ્રથી સૌથી દૂરનું બિંદુ છે. 30 કિમી દૂર છે. 1. ઈસરોએ કહ્યું છે કે આ ભ્રમણકક્ષામાંથી 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ થયા બાદ 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. આ પછી, તે 6, 9 અને 14 ઓગસ્ટના રોજ ચંદ્રની આગામી ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું અને તેની નજીક આવતું રહ્યું. જેમ જેમ મિશન આગળ વધતું ગયું તેમ, ઈસરો એ ચંદ્રયાન-3 ની ભ્રમણકક્ષાને ધીમે ધીમે ઓછી કરવા અને તેને ચંદ્રના ધ્રુવ બિંદુઓ પર તૈનાત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.