Site icon Revoi.in

મણીપુરમાં ભુસ્ખલનની ઘટનામાં આર્મી કેમ્પ નષ્ટ થતા અત્યાર સુધી 7 જવાનોના મોત કેટલાકની શોધખોળ શરુ

Social Share

મણીપુર – દેશભરમાં કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે જળાશયો વધતા પુરની સ્થિતિ સર્જાય છે તો પહાડી વિસ્તારોમાં જમીન ઘરાશયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે, આવી જ એક ઘટનામાં ભારતીય સેનાના સાત જવાનોએ જીવ ગુમાવ્યો છે જ્યારે મણિપુરમાં 13 સૈનિકોને બચાવી લેવામાં આવ્યા છે, 

જાણકારી પ્રમાણે 29-30 જૂનની મધ્યરાત્રિએ નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન નજીક તૈનાત 107 ટેરિટોરિયલ આર્મીના કંપની સ્થાન ભૂસ્ખલન નીચે દટાયું હતું.જેમાં ઘણા જવાનોની શોધ અત્યારે પણ શરુ છે.

બુધવારે રાત્રે અવિરત વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભૂસ્ખલનથી સામાન્ય લોકોની સાથે કેટલાક પ્રાદેશિક સૈન્યના જવાનો પણ પ્રભાવિત થયા હતા. આ ઘટના ટુપુલ રેલ્વે સ્ટેશન પાસે બની હતી. અત્યાર સુધીમાં સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 45થી વધુ લોકો કાટમાળ નીચે દટાયેલા છે.

રેલ્વેના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 19 લોકોના જીવ બચાવાયા છે. મોટા પ્રમાણમાં કાટમાળ પડવાને કારણે ઈજેઈ નદીનો પ્રવાહ અવરોધિત બન્યો છે જે નીચાણવાળા વિસ્તારોને ડૂબાડી શકે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અનુસાર, જીરીબામને ઇમ્ફાલ સાથે જોડવા માટે એક રેલ્વે લાઇન બનાવવામાં આવી રહી હતી, જેની સુરક્ષા માટે 107 ટેરિટોરિયલ આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે જબરદસ્ત ભૂસ્ખલન થયું હતું. જેમાં અનેક યુવાનો દટાયા હતા. ગુરુવારે સવારે આર્મી, આસામ રાઈફલ્સ, મણિપુર પોલીસ દ્વારા મોટા પાયે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થળ પર ઉપલબ્ધ ઈજનેરી સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.