Site icon Revoi.in

જાણો એક એવી ગુફા વિશે જે વિશ્વની સૌથી મોટી ગુફા તરીકે જાણીતી છે

Social Share

 

આપણે દુનિયામાં ઘણી બઘી અજાયબીઓ જોય હશે, ઘણા પૌરાણિક મંદિરો ઘણા મહેલો અને હુફાઓ પણ જોઈ હશે., પણ આજે આપણે વાત કરીશું એવી ગુફા વિશે કે જનેને વિશ્વની સૌથી મોટી ગુફા કહેવામાં આવી છે અને તે એટલી મોટી છે કે તેમાં 40 માળની કોઈ બિલ્ડિંગ પણ સામાઈ શકે છે.

વિયેટનામના મધ્ય ક્વાંગ બિન્હ પ્રાંતમાં આવેલા સોન ડોંગની શોધ 1991 માં સ્થાનિક જંગલમાં રહેતા હો ખાને કરી હતી, જ્યારે તે ચૂનાના પત્થરનીચટ્ટાન કાઢતી વખતે તેમને નદીનો અવાજ સંભળાયો હતો. જ્યારે ખાન 2009 માં નજીકમાં બ્રિટીશ સંશોધનકારોની એક ટીમ સાથે અહી આવ્યા હતા ત્યારે તેણે તારણ કાઢયું કે તે પૃથ્વી પરની કોઈપણ ગુફાના સૌથી મોટા ક્રોસ-સેક્શનની સામે ઊભા હતા.

જો કે આ મોટી ગુફા આપણા દેશમાં નથી આવેલી આ ગુફા આવેલી છે વિયેતનામના ઊંડા જંગલોમાં ,આ ગુફાનું નામ સોન ડોંગ જે મધ્ય વિયેટનામના જંગલોમાં વર્ષોથી જોવા મળે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વિયેટનામના મધ્ય ભાગમાં સોન ડોંગ ગુફા સ્થાયિ છે. જે જંગલની મધ્યમાં આવેલી છે. સોન ડોંગને સંજોગધીન શોધી કાઢવામાં આવી હતી અને આઠ વર્ષ પહેલાં તે પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી.

આ ગુફાની જો વાત કરીએ તો તે  ભૂગર્ભ ભુલભુલામણી  છે જે લાખો વર્ષથી અ્સ્તિતિવમાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે, ત્યારે આચલી મોટી ગુફા હવે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે, આ ગુફા એટલી મોટી છે કે ન્યુ યોર્ક જેવી 40 માળની ઇમારતો આ ગુફામાં સમાી શકે છે.

જો ગુફાની કુલ લંબાઈની વાત કરીએ તો તે  9 કિલોમીટર છે, અને તેમાં લગભગ 150 વિવિધ નાની મોટી ગુફાઓઆવેલી  છે. જંગલો અને ઘણી ભૂગર્ભ નદીઓ આ ગુફાની વિશેષતાઓ દર્શાવે છે. આ ગુફામાં મોટા મકાનો જેવા પર્વતો પણ આવેલા છે.આ ગુફાની પોતાની ઇકો સિસ્ટમ અને હવામાનની રીત છે જે બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ છે.આ ગુફામાં ઉડતા શિયાળનું ઘર પણ જોવા મળે છે. આ ગુફાને કુદરતી અજાયબી માનવામાં આવે છે જે 2013 માં ખૂબ જ મર્યાદિત પર્યટન માટે ખોલવામાં આવી હતી પરંતુ તે પછી આસપાસના સમુદાયનું જીવન બદલાઈ ગયું

.છેવટે જો વાત કરીએ તો આ ગુફા તેના પોતાનામાં જ એક મોટૂ પર્યટન સ્થળ સાબિત થાય છે જેમાં તમને નાના નાન જંગલો, નદીઓ નાના મોટા પહાડ જોવા મળી રહે છે, ત્યાનું વાતાવરમ પમ મનમોગક હોય છે, અને સામાન્ય રીતે નાની ગુફાોમાં અંધારુ હોય છે જો કે આ ગુફા ેટલી મોટી છે કે તેમા અજવાળું પણ પડે છે.