Site icon Revoi.in

કેરીની ‘ગોટલી’ અટલે સ્વાસ્થ્યના ખજાનાની ‘પોટલી’ – જાણો ગોટલી ખાવાથી થતા અદભૂત ફાયદાઓ

Social Share

કેરી ખાવાથી અનેક ફાયદા થાય છે તે તો આપણે સો કોઈ જાણીએ જ છીએ, પરંતુ આજે આપણે વાત કરીશપં કેરીની ગોટલીની, કેરીની ગોટલી સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણવામાં આવે છે, તેને ખાવાથી અનેક રોગોમાંથી મૂક્તિ મળે છે અને સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. તો હવે કેરીની ગોટલી ફએંકતા પહેલા એક વાર ચોક્કસ આ વાંચી લેજો.

કેરીની ગોટલી માત્ર એક મુખવાસ જ નથી પણ તમારા આરોગ્યની પોટલી પણ છે. આ ઉનાળા માં કેરી ની ગોટલી ભેગી કરવા નું ભૂલતા નહી નહિતર પસ્તાશો. ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન કરવામાં આવ્યું છે જે પ્રમાણે કેરીની ગોલી માનવ શરીરને ખૂબજ લાભ કરાવનારી સાબિત થાય છે.

ગોટલીમાં સમાયેલા છે કેટલાક ઔધષિય ગુણોઃ-જાણો