Site icon Revoi.in

વાસ્તુને ફોલો ન કરવાથી થતી તકલીફો વિશે જાણી લો,બચી જશો અનેક તકલીફોથી

Social Share

એવું કહેવાય છે કે કેટલીક વસ્તુઓ જીવનમાં આપણા હાથમાં હોતી નથી, પણ જીવન જીવવાની કેટલીક રીત પણ છે જે આપણા હાથમાં હોય અને તેને વાસ્તુ સાથે સાંકળી લેવામાં આવી છે. ઘરમાં આવનારી દરેક સારી અને ખરાબ ઉર્જા યોગ્ય રીતે પરિભાષિત કરતુ જ્ઞાન જ વાસ્તુ વિજ્ઞાન છે. ઘરમાં પર્વેશ કરતી ઉર્જાનો પર્વાહ અને દિશા યોગ્ય ન હોવાથી તેની નકારાત્મક અસર તે ઘરમાં રહેતા લોકો પર પડે છે. રસોડુ, બેડરૂમ, પૂજાઘર, સીડી, મુખ્યદ્વાર, ટોઇલેટ વગેરે યોગ્ય સ્થાને ન હોય તો તેનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.

વાસ્તુનો શાબ્દિક અર્થ “નિવાસ સ્થાન” થાય છે. તેના સિધ્ધાંત વાતાવરણમાં પાણી, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને આકાશ તત્વો વચ્ચે એક સામંજસ્ય સ્થાપિત કરવામાં મદદ કરે છે. જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને આકાશ આ પાંચ તત્વોનું આપણા કાર્ય પ્રદર્શન, સ્વભાવ, ભાગ્ય અને જીવનના અન્ય ભાગોમાં પડે છે. આ વિદ્યા ભારતની પ્રાચિનતમ વિદ્યાઓમાંથી એક છે. જેનો સંબંધ દિશાઓ અને ઊર્જાઓથી છે.

પ્રકૃતિમાં સંતુલન બનાવી રાખવા માટે વિવિધ પ્રાકૃતિક બળો જેમ કે જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને આકાશ વચ્ચેની પરસ્પર ક્રિયા હોય છે. જેનો વ્યાપક પ્રભાવ આ પૃથ્વી પર રહેવાવાળી મનુષ્ય જાતી સાથે પ્રાણીઓ પર પણ પડે છે. વાસ્તુ વિદ પંડિત દયાનંદ શાસ્ત્રી અનુસાર આ પાચ તત્વો વચ્ચે થવા વાળી પરસ્પર ક્રિયાને વાસ્તુ ના નામથી જાણવામાં આવે છે. વાસ્તુ જ્યોતિષ અનુસાર આ પ્રક્રિયાનો પ્રભાવ આપણા કાર્ય પ્રદર્શન, સ્વભાવ, ભાગ્ય તેમજ જીવનના અન્ય ભાગ પર પડે છે.

એવું માનવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્ર આપણા જીવન ને સારું તેમજ થોડી ખરાબ વસ્તુથી રક્ષા કરવામાં મદદ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો વાસ્તુશાસ્ત્ર આપણને નકારાત્મક તત્વોથી દુર અને સુરક્ષિત વાતાવરણમાં રાખે છે. વાસ્તુશાસ્ત્ર સદીઓ જુનું નિર્માણનું વિજ્ઞાન છે, જેમાં વાસ્તુકલાના સિદ્ધાંત અને દર્શન સમ્મિલિત છે, જે કોઈ પણ ભવન નિર્માણ માં ખુબજ વધુ મહત્વ રાખે છે. તેનો પ્રભાવ માનવ ની જીવન શૈલી તેમજ રહેન સહેન પર પણ પડે છે.

Exit mobile version