Site icon Revoi.in

વોટ્સએપના આ ફીચર વિશે જાણી લો,વારંવાર કોઈના મેસેજ જોવાની જરૂર નહીં પડે

Social Share

વોટ્સએપ દ્વારા હંમેશા કંઇક ને કંઇ નવું લાવવામાં આવતું રહેતું હોય છે. વોટ્સએપમાં એવા કેટલાક ફીચર્સ જેના વિશે તમને જાણ હશે નહીં પરંતુ તેના ફાયદા અનેક હોય છે. આવામાં એક ફીચર એવું પણ છે જેનો ઉપયોગ કરવાથી તમે ન ગમતા લોકોના મેસેજનો જોવાથી દુર રહી શકશો.

જ્યારે તમને કોઈ વ્યક્તિને જવાબ આપવો ન ગમતો હોય, કોઈના મેસેજ જોવા ન ગમતા હોય ત્યારે તમે આર્કાઈવ ચેટનો ઉપયોગ કરી શકો છે જેમાં તમારે કોઈને બ્લોક કરવાની પણ જરૂર પડશે નહી.

કોઈપણ ચેટને આર્કાઇવ કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. આમાં તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. ચેટને આર્કાઇવમાં મૂકવા માટે, સૌથી પહેલા તમારે તે વ્યક્તિની ચેટને થોડીવાર પ્રેસ કરીને રાખવાની રહેશે જેના વારંવારના મેસેજથી તમે પરેશાન છો.

આ પછી, તમે ઉપર જમણી બાજુએ ત્રણ ડોટ મેનૂની બાજુમાં એક બોક્સ જોશો,જેમાં એક તીર નીચે તરફ નિર્દેશ કરે છે.તમારે તેના પર ક્લિક કરવું પડશે. તે પછી તે સંપર્ક આર્કાઇવ લીસ્ટમાં જશે. આવી સ્થિતિમાં તે વ્યક્તિના મેસેજ વોટ્સએપ અને નોટિફિકેશન બારમાં દેખાશે નહીં. તે વ્યક્તિનો મેસેજ જોવા માટે તમારે આર્કાઇવ સેક્શનમાં જવું પડશે. આ રીતે તમે કોઈપણ ચેટને આર્કાઈવ સેક્શનમાં મૂકી શકો છો.