- વોટ્સએપમાં આવશે નવું ફીચર
- હવે HMM અને OK નહીં લખવું પડે
- લોકોને આ ફીચર આવશે પસંદ
વોટ્સએપ પોતાના યુઝર્સ માટે કંઇક ને કંઇક કરતું રહેતું હોય છે. કેટલાક પ્રકારના ફીચરને લોન્ચ કરતું રહેતું હોય છે ત્યારે હવે તે ફરીવાર એવું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે જેનાથી લોકોને કેટલાક મેસેજ લખવાની જરૂર પડશે નહી અને એક જ ક્લિકમાં પોતાનો મેસેજ સામે વાળા વ્યક્તિ સુધી પહોંચાડી શકશે.
વાત એવી છે કે WhatsApp મેસેજિંગ એપ પ્લેટફોર્મ પર નવા રિએક્શન ઇમોજી આવ્યા છે, જેની મદદથી યુઝર્સ મેસેજ પર ઇચ્છિત રિએક્શન અથવા તે મેસેજ પર ઇમોજીની મદદથી યોગ્ય રિએક્શન આપી શકે છે.
નવા અહેવાલ મુજબ, iOS માટે WhatsApp બીટાના વિકાસ દરમિયાન એક નવી પર રિએક્શન ઇન્ફો ટેબ જોવામાં આવી છે. તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં, WhatsApp વપરાશકર્તાઓ માત્ર ઇમોજીનો ઉપયોગ કરીને ચેટ સંદેશાઓ પર પ્રતિક્રિયા આપી શકશે. સાથે જ તે પણ જોઈ શકશે કે કોણે મેસેજ પર રિએક્ટ કર્યુ છે.
આ ફીચર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ રિએક્શન ફીચરની જેમ જ કામ કરશે. આ પ્લેટફોર્મ્સ પર, વપરાશકર્તાઓ હાર્ટ અને અન્ય ઇમોજી સાથે મેસેજ પર પ્રતિક્રિયા આપી શકે છે.