Site icon Revoi.in

ગરમીમાં પણ ફરવાની મજા માણવી હોય તો આ વોટર સાઈડ પ્લેસ વિશે જાણીલો

Social Share

સામાન્ય રીતે ભરપુર ગરમી દેશના દરેક વિસ્તારોમાં જોવા મળી રહી છે,ગરમીમાં જ બાળકોની રજાઓ પમ આવતી હોય છે આવી સ્થિતિમાં સૌ કોઈ ઘરની બહાર ફરવા જવાનું વિચારે છે,પરંતુ પશ્ન એ છે કે ઘરની બહાર આટલી ગરમીમાં જવું ક્યા, તો ચાલો જાણીએ એવા કેટલાક ચીલ્ડ વિસ્તાર કે જ્યાં તમે ગરમીમાં પણ ઠંડકનો એહસાસ મળશે.આ માટે તમારે ભારતની બહાર પણ જવાની જરુર નથી દેશના કેટલાક રાજ્યોમાં ખૂબ જ જાણીતા ઠંડા પ્રદેશો આવેલા છે જ્યા તમે ગરમીઓની રજા ગાળઈ શકો છો.

મોસી ફોલ્સ પૂલ, ઉત્તરાખંડ

લીલાછમ વિસ્તાર અને ચારેકોર હરિયાળી વાળા મસૂરીમાં 145 ફૂટની ઊંચાઈથી પડતો મોસી ધોધ ખૂબ જ સુંદર લાગે છે. આ સ્થળ કોઈપણ કાલ્પનિક અને વાસ્તવિક દુનિયાથી અલગ લાગે છે. જો તમે ઘોઘના પાણીમાં નાહવા માંગતા હોવ તો એકવાર અહીં અવશ્ય મુલાકાત લો,અહી તમને ગરમીમા પણ ઠંડક મળી જશે અને ફરવાની મજા પણ બમણી બનશે

ઘરેડ, હિમાચલ પ્રદેશ

આ સ્થળ ટ્રેકર્સ અને તરવૈયાઓ માટે બેસ્ટ પ્લેસ ગણાય છે, જેઓ રસપ્રદ સ્થળોની શોધખોળના શોખીન છે, તેઓ પણ અહીં આવી શકે છે. તણાવ દૂર કરવા માટે નો બેસ્ટ ઓપ્શન આ જગ્યા છે અહી ગરમીમાં પણ ભારે ઠંડકનો અનુભવ કરી શકાય છે ઘરેડ જેને ચુંદુ ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગાલૂ પૂલ, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના ઉપરી ધર્મશાળા સ્થિત ગલ્લૂ દેની ફોલ્સ ગલ્લૂ દેવી મંદિરથી લગભગ 10 મિનિટના અંતરે છે. હિમાચલમાં આ એક એવી જગ્યા છે જે બહુ ઓછા લોકો જાણે છે.

અનાચાદિકુથુ પૂલ

કેરળમાં એક સુંદર વિસ્તાર ઘણા લોકો માટે અસ્પૃશ્ય છે. કુદરતની વચ્ચે એકાંત શોધતા લોકો માટે આ કુદરતી ધોધ પરફેક્ટ છે. આ સ્થળ પ્રખ્યાત થોમ્માનકુથુ ધોધથી એક કિલોમીટરના અંતરે આવેલું છે. જે ગરમીમાં ફરકવા લાયક જગ્યાોમાં ગણાય છે