Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડોઃ છેલ્લા 24 કલાકમાં 6 હજારથી ઓછા કેસ નોંધાયા, સક્રિય કેસો પણ ઘટ્યા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો છૂટાછવાયા નોંધાઈ રહ્યા છે, જો કે રાહતની વાત એ છે કે છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના કેસોની સંખ્યા 10 હજારથી ઓછી નોંધાઈ રહી છે ત્યારે વિતેલા 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસોમાં મોટી રાહત જોવા મળી છે ,કોરોનાનો આકંડો ઘટ્યો છે.

કેન્દ્ર આરોગ્ય મંત્રાલય દ્રારા જારી કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24  કલાકમાં દેશમાં  કુલ 5 હજાર 439 નવા કેસ નોંધાયા છે, છેલ્લા ઘણા દિવસો બાદ આટલો ઓછો થયેલો આંકડો છે.જેને લઈને કહી શકાય છે ભારતમાં કોરોનાના વળતા પાણી જોવા મળી રહ્યા છે.આ સાથે જ દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યાની જો વાત કરીએ તો તે નવા નોંધાતા કેસોની સરખાણીમાં બમણા છે.  

છેલ્લા 24 કલાકમાં સાજા થનારા દર્દીઓની વાત કરીએ તો આ સમાન સમયગાળા દરમિયાન 22 હજાર 31 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. સક્રિય કેસ ઘટીને હવે 70 હજારથી પણ ઓછા થઈ ગયા છે હાલ દેશમાં સક્રિય કેસો 65 હજાર 732 થઈ ગયા છે, જ્યારે દૈનિક સંક્રમણ દર 1.70 ટકા છે.દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 212.17 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. બંને ડોઝ 94.23 કરોડ લોકોને આપવામાં આવ્યા છે, જ્યારે 15.66 કરોડ લોકોએ સાવચેતીના ડોઝ પણ લીધા છે.