Site icon Revoi.in

લેફ્ટિનેન્ટ કર્નલ એમ. એસ. ધોની કાશ્મીરમાં કરશે પેટ્રોલિંગ

Social Share

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ અને ભૂતપૂર્વ કેપ્ટન એમ. એસ. ધોની ફરી એખવાર સેનાની વર્દીમાં દેશની રખેવાળી કરતા દેખાશે. એએનઆઈ પ્રમાણે, તેઓ આ માસની આખરી તારીખ એટલે કે 31 જુલાઈથી 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પેરા) સાથે કાશ્મીરમાં જોડાશે.

ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલની માનદ રેન્કથી સમ્માનિત એમ. એસ. ધોનીના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે કે તેઓ પેરા રેજિમેન્ટનો હિસ્સો હશે. 31 જુલાઈથી 15  ઓગસ્ટ સુધી 106મી ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પેરા)ની સાથે રહેશે.

સેનાની સાથે રહેતા ધોની પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટની ડ્યૂટી સંભાળશે. તે સમયે તેઓ જવાનો સાથે જ રહેસે. તેઓ કાશ્મીરમાં વિક્ટર ફોર્સનો હિસ્સો રહેશે.

ધોની પહેલા પણ જમ્મુ-કાશ્મીરમાં જઈ ચુક્યા છે. 2017માં ધોની જમ્મુ-કાશ્મીરના બારામૂલા ગયા હતા. ત્યાં તેમણે આર્મી તરફથી આયોજીત ક્રિકેટ મેચમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો. ધોની આ મેચમાં આર્મીનો યૂનિફોર્મ પહેરીને જ મેચ જોવા માટે પહોંચ્યા હતા.

એમ. એસ. ધોનીને 2011માં ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનેન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી હતી. ધોનીનો સેના પ્રેમ કોઈનાથી છૂપાયેલો નથી. વિશ્વ કપ દરમિયાન પણ ગ્લોઝ પર બલિદાન બેઝ લગાવીને રમવાને કારણે વિવાદમાં આવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે ભારતીય ક્રિકેટ ટીમ આગામી માસથી વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ કરવાની છે. તે વખતે ધોનીના સ્થાને ઋષભ પંતને વિકેટ કીપિંગની જવાબદારી આપવામાં આવશે.