Site icon Revoi.in

લોંગ ડ્રાઈવ ગમે છે પણ કમરના દુખાવાની સમસ્યા પણ છે? તો આ ટ્રિકને કરો ટ્રાય

Social Share

લોંગ ડ્રાઈવ કરવાનો શોક દરેક વ્યક્તિને હોય, અને જ્યારે સાથે પતિ કે પત્ની હોય ત્યારે તો આ સમયમાં એટલો આનંદ આવી જાય કે તે યાદગાર સમય બની જાય, પણ કેટલાક લોકોને એવી સમસ્યા પણ હોય છે કે લોંગ ડ્રાઈવ કરતી વખતે તેમને કમરનો દુખાવો પણ થતો હોય છે તેના કારણે તેઓ આ પ્રકારે ફરવા કે લોંગ ડ્રાઈવ પર જઈ શકતા નથી, આવામાં આ લોકોએ આ પ્રકારની ટ્રીકનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તે લોકો પોતાના પાર્ટનર સાથે ફરવા જઈ શકે છે.

જો તમે લોન્ગ ડ્રાઈવ કરી રહ્યા છો તો એનો અર્થ એ નથી કે તમારે સીધા જ સ્થાન પર પહોંચવું પડશે. શરીરમાં વધતા જતા દુખાવાને ટાળવા માટે, વચ્ચે ડ્રાઇવિંગ કરવાથી બ્રેક લો. આરામ કરવાથી તમે તાજગી અનુભવી શકશો.

સ્ટિયરિંગ વ્હીલથી યોગ્ય અંતર જાળવવું પણ જરૂરી છે. ઘણી વખત લોકો ડ્રાઇવિંગ કરતી વખતે સીટ પર બેઠા પછી આગળ તરફ નમી જાય છે. આવી સ્થિતિમાં, સ્ટિયરિંગ પકડી રાખવું સરળ છે, પરંતુ આ પદ્ધતિથી પીઠમાં દુખાવો થઈ શકે છે. તેના બદલે, સ્ટીયરીંગ વ્હીલથી યોગ્ય અંતર જાળવો.

આ ઉપરાંત સીટની ઊંચાઈને એડજસ્ટ કરવી જરૂરી છે જેથી ડ્રાઇવિંગ કરતી વખતે પીઠનો દુખાવો ન થાય અને આરામદાયક રહે. પહેલા સીટને નીચલી સ્થિતિમાં રાખો અને પછી જરૂરિયાત મુજબ તેને વધારીને ધીમે ધીમે એડજસ્ટ કરો.