Site icon Revoi.in

પશ્વિમ બંગાળમાં ફરીથી લોકલ ટ્રેન સેવા શરુ થશે – એસઓપી તૈયાર કરવા માટે યોજાઈ હતી બેઠક

Social Share

કોરોના મહામારીના કારણે ટ્રેન સેવાઓ પર  માર્ચ મહિનાથી જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે હવે અનેક સેવાઓને કેન્દ્ર દ્રારા ફરીથી શરુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે,જે હેઠળ ઈન્ડિયન રેલ્વે દ્વારા પશ્વિમ બંગાળમાં ઉપગનરીય રેલ્વે સેવાઓને ફરીથી શરુ કરવાનું એલના કરવામાં આવ્યું  છે, રેલ્વે મંત્રી પિયુષ ગોયલના જણાવ્યા પ્રમાણે, બંગાળમાં 11 નવેમ્બરના રોજથી ઉપરનગરી ટ્રેન સેવા શરુ કરવામાં આવનાર છે.

આ બાબતે રેલ્વે મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, “રેલ્વે પૂરતા સુરક્ષા પગલાં લઇને પશ્ચિમ બંગાળમાં 11 નવેમ્બરથી ઉપનગરીય સેવાઓને પુન સંચાલિત કરશે ,જેનાથી યાત્રીઓની સુવિધા શ્રેષ્ઠ બનશે અને સરળ મુસાફરીની સુવિધા  પ્રદાન કરવામાં આવશે”.

રેલ્વે અધિકારીઓ એ જણાવ્યું કે, દક્ષિણ પૂર્વ રેલ્વેને રેલ્વે સેવાઓને ફરીથી શરુ કરવા બાબતે પરવાનગી આપવામાં આવી ચૂકી છે, તેમણે કહ્યું કે, ‘પૂર્વ, દક્ષિણ પૂર્વી રેલ્વે અને પશ્ચિમ બંગાળના સરકારી અધિકારીઓએ ગુરુવારે કોલકાતા ઉપનગરીય સેવાઓ ચલાવવા માટે એસઓપી તૈયાર કરવા માટે એક બેઠક યોજી હતી.

રેલ્વે દ્રારા કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર ભીડ પર કાબુ મેળવાની યોજના બનાવી  લેશે એટલે તરત જ ટ્રેન સેવાનો આરંભ કરાવવામાં આવશે આ માટે રેલ્વે સમગ્ર રીતે તૈયાર છે.

સાહીન-