Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ લહારીબાઈને બાજરીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઈ, તેમની પાસે 150થી વધુ જાતો સાચવી રાખી

Social Share

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશો ઘઉંના લોટની અછત ઉભી થઈ છે. તેમજ અનેક દેશો ઘઉંને લઈને મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે જો કે, ભારતે દુનિયાને ઘઉંના ઓપશન તરીકે બાજરીનો ઉપયોગ કરવા માટે દુનિયાને અપીલ કરી છે. એટલું જ નહીં બાજરીના વિવિધ વ્યંજનોનું પ્રદર્શન યોજાવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં બાજરીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મધ્યપ્રદેશની આદિવાસી મહિલા લહારીબાઈને બનાવવાયાં છે. તેમની પાસેથી બાજરીના બીજની 150થી વધુ જાતો સાચવી રાખી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ડિંડોરીની 27 વર્ષીય આદિવાસી મહિલા લહારીબાઈને બાજરીની બ્રાન્ડ એમ્બેસેડર બનવા બદલ પ્રશંસા કરી છે. તેણીએ બાજરીના બીજની 150 થી વધુ જાતો સાચવી રાખી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે  “લહારીબાઈ પર ગર્વ છે, જેમણે શ્રી અન્ન પ્રત્યે નોંધપાત્ર ઉત્સાહ દર્શાવ્યો છે”. તેણીના પ્રયત્નો બીજા ઘણા લોકોને પ્રોત્સાહિત કરશે. ભારત દેશ સહિત વિશ્વમાં બાજરીના પાકનું વાવેતર થાય છે. આ બાજરીના લોટમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વીટામીન – બી ભરપુર પ્રમાણ માત્રામાં હોય સંયુક્ત રાષ્ટ્ર સંઘે 2023 ના વર્ષને બાજરી વર્ષ તરીકે જાહેર કર્યુ છે અને લોકો બાજરીને આહારમાં સામેલ કરે તેવી અપીલ કરી છે .