Site icon Revoi.in

‘અનુપમા’ સિરીયલમાં રુપાલી ગાગુંલીની માતાના રોલમાં જોવા મળતી માઘવી ગોગટેનુ નિધન 

Social Share

 

મુંબઈઃ- સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરીયલ અનુપમાં આજે ઘર ઘરમાં જાણતી બની છે, આ અનુપમા સિરીયલમાં અનુપમાની માતા તરિકે જોવા મળતી અભિનેત્રી માધવી ગોગાટનું 58 વર્ષની વયે નિધન થયું છે,જાણીત્રી અબિનેત્રીના નિધનને લઈને મનોરંજન જગતમાં શોકનો માહોલ છવાયો છે.

અનુપમામાં રૂપાલી ગાંગુલીની માતાનો રોલ કરનાર અભિનેત્રી માધવી ગોગટે એ 21 નવેમ્બરે મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. માધવી સીરિયલ ‘કહીં તો હોગા’ માટે પણ જાણીતી છે. રૂપાલી ગાંગુલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ પોસ્ટ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. માધવીની ઉંમર 58 વર્ષની હતી. તેની મિત્ર નીલુ કોહલીએ પણ માધવી માટે ઈમોશનલ મેસેજ શેર કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે માધવીની હાલત કોરોના બાદ નાજુક હતી. રૂપાલી ગાંગુલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ઘણું બધું અકથિત બાકી છે. વંદન માધવીજી. માધવીએ અગાઉ અનુપમા સિરિયલમાં અનુપમાની માતાની ભૂમિકા ભજવી હતી. બાદમાં તેમની જગ્યાએ સવિતા પ્રભુને લેવામાં આવી હતી. માધવીની મિત્ર નીલુ કોહલીએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.ઉલ્લેખનીય છે કે માધવીએ એકતા કપૂરની સિરિયલ કહીં તો હોગામાં સુજલની માતાની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી.

Exit mobile version