Site icon Revoi.in

ઈરાનમાં 5.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ – 7 લોકોના મોત સહીત 400થી વધુ લોકો

Social Share

દિલ્હીઃ- ઈરાનમાં ભૂકંપની ઘટના જાણી સામાન્ય બનતી જાય છએ અવાન નવાર અહી ભૂકંપ આવતો હોય છે ત્યારે ફરી એક વખત ઈરાનની ઘરતી ભયાનક રીતે ઘ્રુજી ઉઠી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તર-પશ્ચિમ ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ખોયા શહેરમાં શનિવારે રાત્રે આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશ સર્જાયો છે.

જાણકારી અનુસારભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. ભૂકંપમાં સાત લોકોના મોત થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે તો સાથે જ  લગભગ 440 લોકો ઘાયલ થયા હતા. ઉપરાંત આસપાસના કેટલાંક શહેરોમાં આંચકા અનુભવાયા હતા.

ઈરાનના મીડિયા અનુસાર આંચકા જોરદાર હતા અને ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. પડોશી પૂર્વ અઝરબૈજાનની પ્રાંતીય રાજધાની તાબ્રીઝ સહિત અનેક શહેરોમાં પણ ભૂકંપનો આંચકા અનુભવાયો હતા. ખોય એ ખોય કાઉન્ટીમાં આવેલું એક શહેર છે અને ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતની રાજધાની છે.

Exit mobile version