Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ- ઉદ્ધવ ઠાકરે સરકારનો મહત્વનો નિર્ણય, આજ રાત્રીથી 1લી મે સુધી રાજ્યમાં લોકડાઉન લાગૂ કરાયું 

Social Share

મુંબઈઃ- સમગ્ર દેશ હાલ કોરોના સામે એક મોટી લડાઈ લડી રહ્યો છે, અનેક રાજ્યોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનો રાફળો ફાટતા રાજ્ય સરકાર અનેક મહત્વના નિર્ણયો લઈ રહી છે,ઉદ્ધવ સરકારે બુધવારે એક મોટો નિર્ણય લીધો છે અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી લઈને 1વી મે  સુધી લોકડાઉન લાગૂ કર્યું છે.

આ મામલે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, તમામ સરકારી કચેરીઓ માત્ર 15 ટકા કર્મચારીઓની હાજરીથીકાર્યરત રહેશે જે આ પહેલા 50 ટકા સાથે ચાલુ હતી . નવા નિયમ મુજબ હવે લગ્ન સમારોહ માટે માત્ર બે કલાકની જ છૂટ આપવામાં આવશે. લગ્નમાં ફક્ત 25 જ લોકો ભાગ લઈ શકે છે. આ નિયમનો ભંગ કરનાર દરેકને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારાશે. નવા પ્રતિબંધો મુજબ સરકારી બસ 50 ટકા ક્ષમતા સાથે સંચાલીત રહેશે.

આ સાથે જ ખાનગી બસના ડ્રાઇવરે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા સમયે લોકલ ડીએમએને જાણ કરવાની જરુરી રહેશે, સાથે સાથે ખાનગી બસ કર્મચારીની જવાબદારી રહેશે કે, બીજા જિલ્લામાં જતા લોકોના હાથ પર 14 દિવસના ક્વોરોન્ટાઇનની મોહર લગાવે ,આ સાથે જ મુસાફરી કરતા લોકોને અન્ય જિલ્લામાં જવા માટે જરૂરી કારણો આપવાના રહેશે.

નવા દિશા નિર્દેશમાં જણાવાયું છે કે, આવશ્યક સેવાઓને બાકાત કરતા જો બિનજરૂરી બહાર નીકળતું કોઈ જોવા મળશે તો તેના પાસે   10 હજાર રૂપિયાનો દંડ  વસુલવામાં આવશે. લોકલ સેવાઓ માત્રને માત્ર ઈમરજન્સી સેવાઓ માટે જ ચાલશે.

સાહિન-