- મહાત્મા ગાંધીની પૌત્રીનું નિધન
- 5 વર્ષની લાંબી બિમારી બાદ 89 વર્ષે લીધા અંતિમ શ્વાસ
દિલ્હીઃ- દેશના રા।્ટ્રપિતા એવા મહાત્મા ગાંઘીજીના પોત્રી ઉષો ગોકનીને વિતેલા દિવસને મંગળવારની સાંજે આ દુનિયાને અલવિદા કહ્યું છે,જાણકારી પ્રમાણે છેલ્લા 5 વર્ષથી તેઓ સતત બીમાર રહેતા હતા , ગાંઘીજીના પૌત્રીનું 89 વર્ષની વયે નિધન થયું છે.
આ મામલે વધઝુ જામકારી પ્રમાણે મહાત્મા ગાંધીની પૌત્રી ઉષા ગોકણીનું મંગળવારે મુંબઈમાં નિધન થયું હતું. મણિ ભવનના કાર્યકારી સચિવ મેઘશ્યામ અજગાંવકરે જણાવ્યું કે 89 વર્ષીય ગોકણી છેલ્લા પાંચ વર્ષથી બીમાર હતા. ગોકાણી ગાંધી સ્મારક નિધિ, મુંબઈના ભૂતપૂર્વ અધ્યક્ષ પણ હતા, જે મણિ ભવનમાં છે. મહાત્મા ગાંધી 1917 થી 1934 સુધી ઘણી વખત મણિ ભવનમાં રોકાયા હતા.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં મણિભવનનું ખાસ વિશેષ મહત્વ છે. ગોકણીએ તેમનું બાળપણ વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં વિતાવ્યું હતું, જેની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી હતી. ગાંધી મેમોરિયલ ફંડ, મુંબઈની સ્થાપના તેમના જીવનકાળ દરમિયાન મહાત્મા ગાંધી સાથે સંકળાયેલી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓના સંચાલન અને પ્રોત્સાહનના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.