Site icon Revoi.in

ખાલીસ્તાન સમર્થકોનું પ્રદર્શન, અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ઝંડાથી ઢાંકી

Indian spiritual and political leader Mohandas Gandhi circa 1935.

Social Share

દિલ્લી: છેલ્લા કેટલાક દિવસોથી દિલ્લીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે અને હવે એવામાં ખાલીસ્તાન સમર્થકોએ અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કર્યું છે. ખાલીસ્તાન સમર્થકોએ અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમાંને ખાલીસ્તાનના ઝંડાથી ઢાંકી દીધી હતી.

ભારતમાં દિલ્લી સરકાર દ્વારા જે બીલ પાસ કરવામાં આવ્યું છે તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને ભારતના આ આંતરિક મામલાની અસર દેશ વિદેશમાં પણ જોવા મળી રહી છે.

ખાલીસ્તાન સમર્થકો દ્વારા અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કરવામાં તો આવ્યું પરંતુ કેનેડા પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો પણ ભારતના ખેડૂતોના આંદોલનમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. બ્રિટનમાં પણ કેટલાક સાંસદોની પણ ભારતના ખેડૂત આંદોલન મુદ્દે પ્રતિક્રિયાઓ જોવા મળી છે.

મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણના જાણકારો કહી રહ્યા છે કે ભારત એશિયામાં મજબૂત દેશ તરીકે ઉભરી રહ્યો છે અને ભારતને વધારે સક્ષમ થતા રોકવા માટે બાહ્ય તાકાતો પોતાના આવા આડકતરા પગલા ભરી શકે છે.

_Vinayak