Site icon Revoi.in

વડોદરા બોટ દૂર્ઘટનાનો મુખ્ય આરોપી પરેશ શાહ રાજસ્થાનથી પરત આવતા પકડાયો,

Social Share

વડોદરાઃ શહેરમાં થોડા દિવસ પહેલા હરણી લેકમાં બોટ ઊંધી વળી જતાં શાળાના 12 બાળકો સહિત 14ના મોત નિપજ્યા હતા. આ દૂર્ઘટનાને પગલે મુખ્યમંત્રી પણ વડોદરા દોડી આવ્યા હતા.આ દુર્ઘટનાના બનાવમાં એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કોટીયા પ્રોજેક્ટના મુખ્ય સંચાલક બિનિત ગોટીયા અને પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલ શાહ સહિત 8  શખસોની ધરપકડ કરવામાં આવી છે. બનાવ બાદ મુખ્ય સૂત્રધાર પરેશ શાહ નાસતો-ફરતો હતો. તે રાજસ્થાનથી ગુજરાત પરત આવતા પોલીસે ઝડપી લીધો હતો.

વડોદરા હરણી બોટ દુર્ઘટનાનો કોટિયા પ્રોજેકટનો મુખ્ય સૂત્રધાર ગણાતો પરેશ શાહ પોલીસ સમક્ષ હાજર થયો છે. કહેવાય છે. કે, એક ધાર્મિક સંતની મધ્યસ્થાથી પરેશ શાહ પોલીસ સામે હાજર થયો છે. આરોપી પરેશ શાહને હાલોલ વડોદરા રોડ પરથી વડોદરા પોલીસની SITએ ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી છે. પરેશ શાહ વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો ત્યારે ઝડપાઇ ગયો હતો.  તેવો પણ પોલીસનો દાવો છે. તો બીજી તરફ, બીજી તરફ વડોદરાના એક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પરેશ શાહ ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાઢુભાઈ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વીએમસીના પૂર્વ ટીડીઓ અને કોટિયા પ્રોજેક્ટ્સ કંપનીના ભાગીદાર ગોપાલ શાહની અગાઉ SIT દ્વારા છતીસગઢથી ધરપકડ કરવામાં આવી હતી.  જે દૂર્ઘટના બની એમાં  બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો. આ ઘટનામાં પરેશ શાહ મુખ્ય આરોપી છે. જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો.અત્યાર સુધી સમગ્ર કેસમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હરણી લેકઝોન બોટ દુર્ઘટનામાં આરોપી બિનીત કોટિયાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. અને 7  દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા છે. બિનીત કોટિયાના 5 અને તેના પિતા હિતેશ કોટિયાના સમગ્ર પ્રોજેક્ટમાં 15 ટકા શેર છે. પરેશ શાહને પણ રિમાન્ડ પર લઈને વધુ માહિતી મેળવાશે.