Site icon Revoi.in

લદ્દાખના તુરતુક સેક્ટરમાં મોટી દુર્ઘટના, 26 જવાનોને લઈ જતું વાહન શ્યોક નદીમાં પડ્યું, 7 જવાનો શહીદ, ઘણા ઘાયલ  

Social Share

જમ્મુ- લદ્દાખના તુરતુક સેક્ટરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો  છે.કહેવામાં આવી રહ્યું છે કે,એક વાહન અકસ્માતમાં ભારતીય સેનાના ઓછામાં ઓછા 7 જવાનોએ જીવ ગુમાવ્યા છે.જ્યારે અન્ય સૈનિકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.સેનાના સૂત્રોએ જણાવ્યું કે ઘાયલોને વધુ સારી તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.જ્યારે ઘાયલ જવાનોને બચાવવા માટે એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેનાનું એક વાહન શ્યોક નદીમાં પડવાના સમાચાર છે.

મળતી માહિતી મુજબ આ વાહનમાં કુલ 26 સૈનિકો સવાર હતા. દરમિયાન, ગુરુવારે શ્યોક નદીમાં પડતાં સાત જવાનોના મોત થયા હતા.સૂત્રોએ જણાવ્યું કે ઘટના સમયે ભારતીય સેનાનું વાહન પરતાપુરથી સબ-સેક્ટર હનીફ તરફ જઈ રહ્યું હતું. રોડ પરથી વાહન સ્લીપ થવાને કારણે આ અકસ્માત થયો હતો.વાહન રોડ પરથી લપસીને લગભગ 50 થી 60 ફૂટ નીચે નદીમાં પડ્યું હતું.તમામ 26 જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 7 જવાનોના મોતની પુષ્ટિ થઈ હતી.